પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથી પર PM સહિતના દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, તા.16 ઓગસ્ટ 2020, રવિવાર

આજ રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથી છે. 2018મા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમા લાંબી બિમારી બાદ તેમનુ 93 વર્ષની વયે નિધન થયુ હતુ. એમને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાનએ એક ટ્વિટમા લખ્યુ હતુ કે, દેશની પ્રગતિની દિશામા અટલ બિહારી વાજપેયીનુ અમુલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે. 



રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ સવારે અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ ' સદૈવ સ્થળ ' પર તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



પૂર્વ વડાપ્રધાનને યાદ કરતા દેશના દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહએ વાજપેયીજીને યાદ કરતા ટ્વિટમા લખ્યુ કે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમા કેન્દ્રની સરકાર અટલજીના વિચારોને કેન્દ્રમા રાખીને સુશાસન તેમજ ગરીબ કલ્યાણ જેવા માર્ગ પર અગ્રેસર છે અને ભારતને વિશ્વમા એક મહાશક્તિ બનાવવા માટે કટિબદ્ધ છે. સ્વ. અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથી પર તેમને શત-શત વંદન. 

તેમણે વધુમા લખ્યુ કે, અટલજીના કાર્યકાળમા દેશમા પહેલી વાર સુવ્યવસ્થિત શાસન જોવા મળ્યુ. જ્યાં એક તરફ તેમણે સર્વ શિક્ષા અભિયાન, પીએમ ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયાજના જેવા વિકાસશીલ કામ કર્યા તો બીજી તરફ તેમણે પોખરણ પરીક્ષણ તેમજ કારગીલ વિજયથી સશક્ત ભારતનો પાયો નાખ્યો.



રક્ષા મંત્રી રાજનાથ સિંહએ વાજપોયીજીને યાદ કરતા ટ્વિટમા લખ્યુ કે, અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથી પર તેમને નમન કરૂ છુ. ભારતનો વિકાસ અને સામાન્ય નાગરિકો માટે કરવામા આવેલા તેમનો કામો હંમેશા યાદ રહેશે. ભારતમા તેમના વિચારો આવનારી પેઢીને પ્રેરણા આપતા રહેશે. 



ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ અટલ બિહારી વાજપેયીને યાદ કરતા કહ્યુ કે, તેઓ ઉમદા સ્પીકર, અજાતશત્રુ, ઉદારવાદી, લોકતાંત્રિક મૂલ્યોના વાહક, રાષ્ટ્રવાદી કવિ, કુશળ શાસક હતા. કેન્દ્રિય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહએ અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, તેઓ સંસદમા પક્ષમા પણ રહે અને વિપક્ષમા પણ, તેમનાથી ઘણુ શીખવા મળ્યુ. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y4JUKm
via IFTTT

Post a Comment

Previous Post Next Post