દિલ્હીમાં ISISનો આતંકવાદી ઝડપાયો, ધૌલા કુઆં રીંગ રોડ પર પોલીસ સાથે અથડામણ થઇ


- હજુ અથડામણ ચાલુ છે, એક જીવતો પકડાયો

નવી દિલ્હી તા.22 ઑગષ્ટ 2020 શનિવાર

પાટનગર નવી દિલ્હીના ધૌલા કુઆં રીંગ રોડ પર પોલીસ અને જૈશ એ મુહમ્મદના મનાતા આતંકવાદીઓએ વચ્ચે અથડામણ થઇ રહી હોવાના અને અબુ યુસુફ ખાન નામનો એક આતંકવાદી જીવતો પકડાયો હોવાની જાણકારી મળી હતી.

અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસે શુક્રવારે રાત્રે આ ઓપરેશન શરૂ કર્યું હતું. યુસુફ પાસેથી બે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસીવ ડિવાઇસ (IED) અને બીજાં શસ્ત્રો મળ્યાં હતાં. પોલીસને અગાઉથી એવી બાતમી મળી હતી કે જૈશના ત્રણ આતંકવાદી પાટનગર નવી દિલ્હીમાં ઘુસ્યા હતા અને મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં હતા.

આતંકવાદીઓએ પાટનગરના ઘણાં સ્થળોની રેકી કરી હતી. તેમના ટાર્ગેટ પર એક મહાનુભાવ હતા જેમની ઓળખ હજુ થઇ નથી. આ લખાઇ રહ્યું હતું ત્યારે પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ સિંહ કુશવાહાએ કહ્યું હતું કે આ એન્કાઉન્ટર દરમિયાન પકડાયેલા યુસુફ નામના આતંકવાદી પાસેથી બે IED અને બીજાં હથિયારો મળ્યાં હતાં. એની પાસેથી મળનારી માહિતીના પગલે બીજા કેટલાક લોકોની ધરપકડ થઇ શકે છે.

(સંદેશો અધૂરો હતો કારણ કે આ લખાઇ રહ્યું હતું ત્યારે એન્કાઉન્ટર હજુ ચાલુ હતું.)



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hfnTA2
via IFTTT

Post a Comment

أحدث أقدم