યુજી અને પીજીની ફાઇનલ પરીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓફલાઇનની સાથે હવે ઓનલાઇન પરીક્ષાનો પણ વિકલ્પ આપ્યો છે. પરંતુ ઓનલાઇન પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ 16 ઓગષ્ટ પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ન કરાવનારા વિદ્યાર્થીઓ આપોઆપ ઓફલાઇન પરીક્ષા માટેની તૈયાર હોવાનું નક્કી થશે. ઓનલાઇન પરીક્ષાની તારીખ આવનારા સમયમાં જાહેર થશે. ઓનલાઇન પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવેલા ડિવાઇસ પરથી જ પરીક્ષા આપી શકાશે, ઉપરાંત ડિવાઇસમાં ફ્રન્ટ કેમેરા કે વેબ કેમેરા ચાલુ હોવો ફરજિયાત છે વગેરે નિયમો રાખવામાં આવ્યા છે.
પરીક્ષાને લગતી કેટલીક સૂચનાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30Df2Cl
via IFTTT
Post a Comment