કોરોના સામેની લડાઇમાં રશિયાએ વિશ્વને સૌથી મોટી ખુશખબરી આપી છે. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટિને મંગળવારે દાવો કર્યો કે રશિયાએ કોરોનાની વિશ્વની પહેલી રસી બનાવી લીધી છે. તે મંગળવારે સવારે જ રજિસ્ટર્ડ થઇ. પુટિને કહ્યું કે રસીનું મનુષ્યો પર 2 મહિના સુધી પરીક્ષણ કરાયું. તે સુરક્ષાના બધા માપદંડો પર ખરી ઉતરી છે. તેમની એક પુત્રીને પણ રસી અપાઇ છે. હળવો તાવ આવ્યા બાદ તે સંપૂર્ણપણે સાજી થઇ ગઇ અને એન્ટિબૉડીનું સ્તર પણ વધી ગયું.
રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે રસીને મંજૂરી આપી દીધી છે. ઓક્ટોબરમાં અહીં મોટા પાયે લોકોને આ રસી આપવાની ઝુંબેશ શરૂ થશે. ગામાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને રશિયન સંરક્ષણ મંત્રાલયે સાથે મળીને આ રસી તૈયાર કરી છે. તેની ક્લિનિકલ ટ્રાયલ 3 ઓગસ્ટે પૂરી થઇ હતી. ટ્રાયલમાં સામેલ લોકો પર તેની કોઇ આડઅસર જોવા મળી નહોતી. રશિયાએ જે ઝડપથી કોરોનાની રસી તૈયાર કરી લીધાનો દાવો કર્યો છે તે જોતાં ડબ્લ્યુએચઓએ તથા વિજ્ઞાનીઓએ આશંકા પણ વ્યક્ત કરી છે.
રશિયન રસી પહેલા કોને મળશે?
રાષ્ટ્રપ્રમુખ પુતિનના જણાવ્યા મુજબ રસી ટ્રાયલમાં 100% સફળ થઈ છે. આ સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે. ત્યારપછી વરિષ્ઠ નાગરિકો, બાળકો, છેલ્લે વયસ્કોને.
રશિયન રસી કયા દેશમાં મળશે?
બ્રિટન સહિત કેટલાક દેશ હજુ રશિયન રસી પર ભરોસો કરતા નથી. ડબલ્યુએચઓએ કહ્યું છે કે પર્યાપ્ત ડેટા વિના રસીનો પુરવઠો આપવો યોગ્ય નથી. બ્રિટને કહ્યું છે કે તેઓ તેમના નાગરિકોને રશિયન રસી નહીં આપે. બાકીના દેશ રશિયામાં લોકો પર તેની અસર જોઈ અસર કરશે.
રસી બજારમાં ક્યાં સુધીમાં આવશે?
અત્યારે સીમિત ડોઝ બન્યા છે. સપ્ટેમ્બર સુધીમાં ઉત્પાદન શરૂ થશે. ઓક્ટોબરથી રસીકરણ શરૂ થશે. રશિયન એજન્સી તાસના જણાવ્યા મુજબ રશિયામાં રસી મફત અપાશે. બાકી દેશો માટે કિંમત નક્કી નથી.
રસી ઓછા સમયમાં કઈ રીતે બની?
સાર્સ અને મર્સ બીમારી માટે પહેલા કરેલા જરૂરી સંશોધન કોરોના રસી શોધવામાં મદદરૂપ સાબિત થયા છે. ચીને જાન્યુઆરીમાં કોરોનાના જેનેટિક સિક્વન્સ જાહેર કર્યા હતા. આ ઉપરાંત એક જ સમયે અનેક તબક્કામાં ટ્રાયલ શરૂ થઈ. તેનાથી સમયગાળો 1 વર્ષ સુધી ઘટી ગયો.
વિશ્વની બાકી રસીનું સ્ટેટ્સ શું છે?
વિશ્વભરમાં 26 રસી ક્લીનિકલ ટ્રાયલના સ્તરે છે. 6 રસીની ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે. તેમાં ઓછામાં ઓછા બે મહિના લાગશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XQRubr
via IFTTT
Post a Comment