આંબાવાડી-નવરંગપુરામાં ફરી કોરોના સંક્રમણમાં વધારો થયો


અમદાવાદ, તા. 23 ઓગસ્ટ, 2020, રવિવાર

શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને આધારે જે વિસ્તારોને નિયંત્રિત જાહેર કરવામાં આવે છે.રવિવારે નવા 28 વિસ્તારનો સમાવેશ કરાતા અમદાવાદ શહેરમાં કુલ માઈક્રોકનેટેઈન્મેન્ટ વિસ્તારનો આંક 304 ઉપર પહોંચી ગયો છે.આંબાવાડી,નવરંગપુરા જેવા વિસ્તારોમાં ફરી એક વખત સંક્રમણ વધતા સંક્રમિત વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

રવિવારે કુલ 287 વિસ્તારમાંથી 11 વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ઘટતા નિયંત્રણ દુર કરાયા છે જયારે નવા 28 વિસ્તારને કેસ વધતા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.નવરંગપુરાના શ્રેયસ ફાઉન્ડેશન ઉપરાંત આંબાવાડીના શ્રીનાથ પાર્ક સોસાયટી અને શાલમાલી ફલેટના સંક્રમિત વિસ્તારને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.

પાલડીના નક્ષત્ર ફલેટ, વાસણાના સિધ્ધશીલા એપાર્ટમેન્ટ, નારણપુરાના આરાધના રેસીડેન્સીના કેટલાક ભાગમાં કોરોના કેસ વધતા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.જોધપુરમાં રવિવારે વધુ ત્રણ સંક્રમિત વિસ્તારને નિયંત્રિત વિસ્તારમાં મુકવામાં આવ્યા છે.જેમાં યશ ટાવર,સુકુન-બેના એ અને બી-બ્લોક તેમજ શિવાલય બેના બી બ્લોકના સંક્રમિત વિસ્તારનો સમાવેશ થાય છે.

ઉપરાંત બોપલના સાંનિધ્ય બંગલો,ઈસ્કોન પ્લેટિનમના આઈ-બ્લોક તેમજ સનસીટીના બી બ્લોકને પણ નિયંત્રિત વિસ્તારમાં મુકવામાં આવ્યા છે.ઘુમાના ઈસ્કોન ફલાવર,ત્રાગડના આનંદ સ્કેવરમાં પણ સંક્રમણ વધતા સંક્રમિત વિસ્તારને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.બોડકદેવના કાસાવ્યોમા અને ઘાટલોડિયામાં આવેલી ગિરીરાજ-બેના સંક્રમિત વિસ્તારોને નિયંત્રિત જાહેર કરાયા છે.

શ્રીનંદનગર-4નાં 64 મકાન માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં

શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર-ચારમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા શ્રીનંદનગર-ચારના સી અને એન બ્લોકના 32-32 મકાનને મ્યુનિ.દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EojcW5
via IFTTT

Post a Comment

أحدث أقدم