વાણી કપૂરે કહ્યું, બાળપણમાં આ દિવસ સાથે જોડાયેલી યાદો સુંદર છે, આઝાદીનો દિવસ આપણે કોરોના વોરિયર્સને સલામ કરીને સેલિબ્રેટ કરીએ

આજે 74મો સ્વતંત્રતા દિવસ છે. એક્ટ્રેસ વાણી કપૂરે આ દિવસ સાથે બાળપણમાં જોડાયેલી યાદો દિવ્ય ભાસ્કર સાથે શેર કરી. તેણે કહ્યું કે, બાળપણની ઘણી યાદો એવી છે, જેને આપણે હંમેશાં સાચવીને રાખીએ છીએ. આ યાદો દિલની નજીક હોય છે. સ્કૂલ ટાઈમમાં આ દિવસે તિરંગો ફરકાવ્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હતા.

વાણીએ કહ્યું કે, અમે એક અઠવાડિયાં પહેલાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોની તૈયારીઓ કરવા લગતા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તૈયાર થતા અને ઘણું એન્જોય કરતા હતા. અમે માર્ચ-પોસ્ટ, સ્પીચ, ડાન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ માટે લંચ બ્રેક પછી કામ શરુ કરી દેતા હતા.

વધુમાં તેણે જણાવ્યું કે, આ વર્ષે લોકડાઉનને લીધે આપણે બધા ઘરમાં જ છીએ. આ વખતે વ્યવહારિક અને ભાવનાત્મક પરીક્ષાઓ છે. આપણે તેમનો સામનો કરવો પડ્યો છે. જો કે, આ બધી વસ્તુઓએ આપણે જેને કેઝ્યુલી લેતા હતા તે બધાનું મહત્ત્વ સમજાવ્યું છે. ઉદાહરણ તરીકે હાલ હું મારા મિત્રો અને પરિવાર સાથે રજામાં ફરવા જવાનો પ્લાન કરી શકી નથી. મેં ઘણા સમયથી મારા માતા-પિતાને જોયા નથી અને હું તેમને યાદ કરતી રહું છું.

સ્વતંત્રતા દિવસની ઉજવણી પર વાણીએ કહ્યું કે, દેશમાં હાલના વાતાવરણમાં આપણે ફ્રન્ટલાઈન વર્કર્સને સલામ કરીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવી જોઈએ. કોરોના વાઈરસ સાથે આપણું યુદ્ધ ચાલુ છે અને હું આપણા માટે પોતાના જીવને જોખમમાં મૂકતા દરેક મેડિકલ સ્ટાફ, પોલીસ અને સેનિટાઈઝેશન વર્કર્સને સલામ કરું છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એક્ટ્રેસ વાણી કપૂર છેલ્લે હૃતિક રોશન સાથે ‘વોર’ ફિલ્મમાં દેખાઈ હતી


from Divya Bhaskar https://ift.tt/3g5Esxa
via IFTTT

Post a Comment

Previous Post Next Post