પસંદ થયેલી તસવીરો વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર અખબારમાં પ્રકાશિત કરાશે

કોવિડના કારણે આપણે લાંબો સમય ઘરમાં વિતાવ્યો છે. હવે જનજીવન વેગ પકડી રહ્યું છે તો આપણે આપણી અંદર રહેલી સર્જનાત્મકતાને પણ અનલૉક કરી લઇએ. ભાસ્કર તમને તે માટે મંચ આપી રહ્યું છે- 19 ઓગસ્ટ, વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ભાસ્કર ફોટો કોન્ટેસ્ટના માધ્યમથી. પસંદ થયેલી તસવીરો વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર અખબારમાં પ્રકાશિત કરાશે.

થીમ : તમારી આસપાસની જિંદગી
તમારી આસપાસનું એ જીવન કે જે વણજોયું હોય. તે તમારું ઘર પણ હોઇ શકે છે, પડોશ પણ હોઇ શકે છે. આ અંદાઝ ઘરનાં બાળકો સાથે જોડાયેલો પણ હોઇ શકે છે અને તાજેતરમાં ફરી શરૂ થયેલી રસ્તાની જિંદગી સાથે સંબંધિત પણ હોઇ શકે છે. ‌શરત એટલી જ કે તે તસવીરોમાં નવીનતા ઝળકતી હોય.

કોન્ટેસ્ટમાં કેવી રીતે ભાગ લઇ શકશો?
તમે મોબાઇલ નંબર 8239978610 પર માત્ર એક મિસ્ડ કૉલ કરીને આ ફોટો કોન્ટેસ્ટમાં ભાગ લઇ શકો છો. મિસ્ડ કૉલ કર્યા બાદ તમને એક લિન્ક મળશે. લિન્ક પર અપાયેલું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તથા અન્ય જરૂરી વિગતો ભર્યા બાદ તમે તમારી ફોટો એન્ટ્રી એટેચ કર્યા બાદ સબમિટ કરી શકો છો.

પુરસ્કાર
પ્રથમ પુરસ્કાર 2,100 રૂ. અને દ્વિતીય પુરસ્કાર 1,100 રૂ.નો રહેશે.

ફોટો કોન્ટેસ્ટના નિયમો અને શરતો

  • ફોટો મૌલિક અને તમે જ ક્લિક કરેલો હોવો જોઇએ. ક્યાંય છપાયેલો કે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલો ન હોવો જોઇએ.
  • એક સ્પર્ધક વધુમાં વધુ 2 એન્ટ્રી મોકલી શકે છે.
  • તમે અમને ફોટો એન્ટ્રીઝ 16 ઓગસ્ટ સુધીમાં મોકલી શકો છો.
  • કોન્ટેસ્ટ સંબંધિત તમામ અધિકાર ભાસ્કર પાસે સુરક્ષિત છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3ixr2eV
via IFTTT

Post a Comment

أحدث أقدم