પતિએ પત્નીને પ્રેમી સાથે પકડતા બાળકોને જાનથી મારવાની ધમકી


અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર

વાડજમાં રહેતા પતિએ પત્નીને તેના પ્રેમી સાથે જોઈ લેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા પ્રેમીએ મહિલાના પતિના બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજીતરફ પતિ પત્નીના સંબંધીઓને ફરિયાદ કરવા જતા તેને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. વાડજ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ માધુપુરામાં વાડીકા રેસીડેન્સીમાં રહેતા નીપમભાઈ પી.ઘાવરી(47) પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ દહેગામમાં નોકરી કરે છે. તેમના પિવારમાં પત્ની જશોદાબહેન, બે દિકરી અને દિકરાનો સમાવેશ થાય છે. હાલમાં જશોદાબહેન બે દિકરી સાથે નવા વાડજ અખબારનગર ફ્લેટ ખાતે રહે છે. નવા વાડજના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નિતીનભાઈ આર.દત્ત સાથે જશોદાબહેનને પ્રેમસંબંધ છે.

 દરમિયાન જશોદાબહેન દવા લેવાને બહાને એક્ટીવા લઈને ઘરેથી ીકળ્યા હતા. નીપમભાઈને શંકા જતા તેમણે બાઈક પર પત્નીનો પીછો કર્યો હતો. તેમણે જોયું તો પત્ની સિધ્ધિ વિનાયક મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાં પ્રેમી નીતીન સાથે ઉભેલી હતી. નીપમભાઈએ તુ આ શું કરે છે કહેચતા બન્ને જણા તેમની પર ઉશ્કેરાઈ ગયા હતા.

હું વર્ષોથી જશોદાને પ્રેમ કરૂ છું કહીને નીતીને ઝઘડો કર્યો હતો અને તને તથા તારા બાળકોને જાનથી મારી નાંખીશ, એમ ક્યું હતું. જશોદાએ પણ નિતીનને પ્રેમ કરૂ છું તારાથી થાય તે કરી લે, એમ કહ્યું હતું. ત્યારબાદ નીપમભાઈએ તેમના સસરા અમૃતભાઈને ફોન કરીને જાણ કરતા તેમણે અશ્લિલ ગાળો બોલીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

બાદમાં નીપમભાઈ તેમના બહેન સાથે સાસરીયાઓને સમજાવવા ગયા હતા. જ્યાં સાસરીયાઓે ભેગા મળીને નીપમભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે તેમણે જશોદાબહેન, નીતીન દંતાણી તથા સાસુ સસરા વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QF19hi
via IFTTT

Post a Comment

أحدث أقدم