જીતન માંઝી સામે રાજદે દલિત નેતાઓની ફોજ ઊતારી


-બિહાર વિધાનસભાની ચૂંટણીની ધમાધમ જામી રહી છે

-માંઝીએ મહાગઠબંધન સાથેનો છેડો ફાડી નાખ્યો

પટણા તા.21  ઑગષ્ટ 2020 શુક્રવાર

બિહારના દલિત નેતા જીતનરામ માંઝીએ મહાગઠબંધન સાથે છેડો ફાડી નાખતાં બિહાર વિધાનસભાની ચૂંટણીની ધમાધમે નવો રંગ ધારણ કર્યો હતો. માંઝી દલિત નેતા છે અને એમનો પ્રભાવ ઘટાડવા લાલુ યાદવના રાજદ પક્ષે  દલિત નેતાઓની ફોજ મેદાનમાં ઊતારી દીધી હતી.

આ વખતની બિહાર વિધાનસભાની ચૂંટણી આમેય રસાકસી ભરેલી હશે. એક તરફ કોરોના છે અને બીજી તરફ રાજ્યની એક સાથે બાવીસ નદીઓમાં પૂર આવવાથી લગભગ એકાદ કરોડ લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. એવા સમયે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કયો પક્ષ અને કયા નેતા મેદાન મારી જશે એ જોવાનું રસપ્રદ થઇ પડશે.

માંઝીએ છેડો ફાડતાંજ રાજદે ગુરૂવારે શ્યામ રજક, ઉદય નારાયણ ચૌધરી, રમઇ રામ સહિત બીજા ત્રણેક દલિત નેતાઓ સાથે પત્રકાર પરિષદને સંબોધી  હતી અને એવો દાવો કર્યો હતેા કે માંઝીના જવાથી અમને કશો ફરક પડતો નથી. બિહારમાં શ્યામ રજક, રમઇ રામ અને ઉદય નારાયણ ચૌધરી દલિત નેતાઓ તરીકે જાણીતા છે.

આમ અત્યારથી બિહાર વિધાનસભાની ચૂંટણીના મુદ્દે રોજ નવા નવા રંગ સર્જાઇ રહ્યા હતા. અત્યારથી જદયુ અને રાજદ નીત નવા ખેલ ખેલી રહ્યા હતા. જો કે અત્યારના સંજોગોમાં દલિત કે સવર્ણ એ મૂુદ્દો ચૂંટણી જીતવામાં કેટલો ઉપયોગી થશે એ કહેવું મુશ્કેલ હતું. કોઇ પક્ષ કે નેતા છાતી ઠોકીને ચૂંટણી જીતવાનો દાવો કરવાની સ્થિતિમાં નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l56LQ0
via IFTTT

Post a Comment

أحدث أقدم