-ચીન સામે વધુ એક કડક પગલું
-છેલ્લા કેટલાક સમયથી ચીન આડું ચાલે છે
નવી દિલ્હી તા.22 ઑગષ્ટ 2020 શનિવાર
છેલ્લા થોડા સમયથી ચીન ભારત સાથે અનિચ્છનીય વ્યવહાર કરી રહ્યું છે. સરહદ પર બિનજરૂરી તનાવ સર્જી રહ્યું છે. એને જવાબ રૂપે ભારત ચીન સામે આર્થિક પગલાં લઇ રહ્યું છે. હવે ભારતે વધુ એક કડક પગલું લેવાનું નક્કી કર્યું હતું. હવે પછી ચીનથી આવનારા લોકોને વીઝા આપવા પહેલાં કડક રીતે ચકાસણી કરવામાં આવશે.
ભારતીય વિદેશ ખાતાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે હવે પછી ચીની વેપારીઓ, કેળવણીકારો, ઔદ્યોગિક નિષ્ણાતો અને એડવોકસી ગ્રુપના લોકોએ વીઝા માટે ખાસ ક્લીયરન્સ મેળવવું પડશે. અત્યાર અગાઉ પાકિસ્તાનના નાગરિકો સામે આવું કડક પગલું લેવામાં આવ્યું હતું.
વિદેશ ખાતાના પ્રવક્તાએ પોતાની ઓળખ છતી નહીં કરવાની શરતે આ માહિતી આપી હતી. સાથોસાથ ભારત અને ચીન વચ્ચે થયેલા 54 મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડીંગ અન્વયે બંને દેશોની યુનિવર્સિટીઓ વચ્ચે જે સંધિ થઇ હતી તેના પર પુનર્વિચાર કરવામાં આવશે. ખાસ કરીને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી, બનારસ હિન્દુ .યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ચીની શૈક્ષણિુક સંસ્થાઓ સાથેની ટાઇનો પણ ફેરવિચાર કરાશે. આઇઆઇટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી અને જેએનયુ ચીની ભાષા શીખવતી આંતરરાષ્ટ્રીય ચીની સંસ્થા હાનબાન સાથે જોડાયેલી છે. મેન્ડેરીન ભાષાના અભ્યાસક્રમ સિવાયના તમામ ચીની અભ્યાસક્રમો અને ચીની સંસ્થાઓ સાથેના કરાર રદ કરવામાં આવશે. આ ચીની સંસ્થાઓ પોલિસી મેકર્સ, થીન્ક ટેન્ક, રાજકીય પક્ષો અને ઉદ્યોગ જગત પર સારો પ્રભાવ ધરાવે છે. હવે એ પ્રભાવ ઘટાડવાના નક્કર પગલાં લેવાશે.
વૉશિંગ્ટનમાં આવેલી બ્રુકિંગ્સ ઇન્સ્ટીટ્યુટના સિનિયર ફેલો તાની મદાને જણાવ્યા મુજબ છેલ્લાં થોડાં સપ્તાહમાં ભારતે એવા ઘણા નિર્ણય કર્યા જેમાં ચીન પરનું અવલંબન ઓછું થઇ શકે અને ભારતના વિવિધ ક્ષેત્રમાંચીની સંસ્થાઓનો સીધો સંપર્ક ઘટી શકે. આ પગલાં ચીનની સાથે સીધી લડાઇ કર્યા વગર ચીનને દાબમાં રાખવા માટે લેવાયાં હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gkseAT
via IFTTT
إرسال تعليق