સંસદની સ્થાયી સમિતિની બેઠકમાં ભાજપી સભ્યોનો હલ્લાબોલ


નવી દિલ્હી તા.8 ઑગષ્ટ 2020 શનિવાર

વિજ્ઞાન, ઉદ્યોગો, જળ, જંગલ અને પર્યાવરણને લગતી સંસદની સ્થાયી સમિતિની બેઠક ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશના અધ્યક્ષપદે મળી ત્યારે ભાજપના સાંસદોએ હો  હા મચાવીને બેઠકને તોડી પાડવાના પ્રયાસો કર્યા હતા.

આ બેઠક એન્વાર્યન્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નામે એાળખાતી સ્થાયી સમિતિએ યોજી હતી. આ પ્રસંગે પર્યાવરણની રક્ષા માટેના પગલા્ંનો ડ્રાફ્ટ તૈયાર હતો જેના પર ચર્ચા કરવાની હતી. ભાજપના સાંસદોએ એવું બહાનું કાઢ્યું હતું કે ડ્રાફ્ટ અંગ્રેજીમાં છે, અમને એનો હિન્દી અનુવાદ મળ્યો નથી એટલે અમે ચર્ચામાં સહભાગી થઇ શકીએ એમ નથી. તેમની દલીલ એવી પણ હતી કે આ ડ્રાફ્ટને ચર્ચાની કોઇ જરૂર નથી.    

આ સ્થાયી સમિતિના અધ્યક્ષ જયરામ રમેશ જ છે અને ભાજપના સભ્યોની હો હા છતાં તેમણે બેઠક સફળતાથી ચલાવી હતી. એ તો જગજાહેર છે કે દેશમાં પાટનગર દિલ્હી અને અમદાવાદ સહિત ઘણાં શહેરોમાં હવા પ્રદૂષિત છે અને એને લઇને લોકોમાં શ્વાસની અને ફેફસાંની બીમારી થાય છે. વર્ષમાં કેટલાક મહિના તો એવા હોય છે જ્યારે દિલ્હીની સડકો પર વાહનચાલકોને ગાઢ  ધૂમ્મસ જેવા પ્રદૂષણના કારણે પાંચ ફૂટ દૂરની સડક સુદ્ધાં દેખાતી નથી એટલે અકસ્માત થવાનો  ભય વધી જતો હોય છે. એ ધ્યાનમાં રાખીને એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (પર્યાવરણના પ્રભાવનું સર્વેક્ષણ ) કરવા માટે શુક્રવારની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને એનસીપીની રાજ્યસભાની સાંસદ વંદના ચૌહાણ પણ હાજર હતી. આ બંને સાંસદોએ પણ પર્યાવરણની રક્ષા બાબત કેટલાક પ્રશ્નેા ઊઠાવ્યા હતા. પર્યાવરણ મંત્ર્યાલયના અધિકારીઓએ પોતાની વિગતો રજૂ કરી હતી જેના પર હાજર રહેલા સભ્યોએ સવાલજવાબ કર્યા હતા. કેટલાક મુદ્દા ખરેખર વિચારપ્રેરક હતા અને એનો સંતોષકારક જવાબ મળવો જોઇએ એવો આગ્રહ ઓવૈસી અને વંદનાએ સેવ્યો હતો. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gD4RU4
via IFTTT

Post a Comment

أحدث أقدم