
WHOના તારણ પ્રમાણે કોરોનાના વાઇરસ હવાના માધ્મયથી પણ ફેલાય છે તો ચૂંટણીઓને પ્રાથમિકતા શા માટે ? : અરજદાર
અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર
કોરોનાની પરિસ્થિતિમાં ચૂંટણી યોજવા માટેની માર્ગદર્શિકા ગત શુક્રવારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ માર્ગદર્શિકા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની કોરોના માર્ગદર્શિકાનો ભંગ કરતો હોવાની ફરિયાદ સામે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી સામે કરવામાં આવેલી રિટમાં ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ(સુધારો) કરી આ એક વધુ અરજી દાખલ કરવામાં આવી છે. કેસની વધુ સુનાવણી 31મીના રોજ હાથ ધરાશે.
અરજદારની રજૂઆત છે કે દેશભરમાં ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓના આયોજન માટે 21મી ઓગસ્ટના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરેક મતદાન મથકનું સેનેટાઇઝેશન કરવામાંઆવશે તેમજ દરેક મતદાતાને ફરજીયાતપણે ગ્લોવઝ આપવામાં આવશે.
કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા લોકો માટે અંતિમ એક કલાક દરમિયાન મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને તે માટેની જરૂરી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. ગુજરાતમાં ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકો પર અત્યારે કોરોનાના લીધે પેટાચૂંટણી ન યોજવાની માગણી સાથે થયેલી જાહેર હિતની રિટમાં ડ્રાફ્ડ અમેન્ડમેન્ટ રજૂ કરી આ અરજી કરવામાં આવી છે.
અરજદારની રજૂઆત છે કે કોરોના સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રજૂ કરેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાંઆવ્યો છે કે કોઇપણ પ્રકારના સામાજિક, રાજકીય, રમત-ગમત, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ મોટાં મેળાવડાઓ યોજવામાં નહીં આવે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ તાજેતરમાં અભિપ્રાય આપ્યો છે કે કોરોનાના વાયરસ હવાના માધ્મયથી ફેલાઇ શકે છે, આવી પરિસ્થિતિમાં પંચ આ પ્રકારે ચૂંટણી માટેની માર્ગદર્શિકા શા માટે જરી કરી રહ્યું છે। પંચની આ માર્ગદર્શિકાના અમલ પર સ્ટે ફરમાવવા અરજદારે માગણી કરી છે. કેસની વધુ સુનાવણી 31મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3huuFlM
via IFTTT
إرسال تعليق