પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલના પુત્રએ પત્નીને માર મારતા ફરિયાદ


અમદાવાદ, તા. 16 ઓગસ્ટ, 2020, રવિવાર

અમદાવાદના પૉશ વિસ્તાર સેટેલાઇટમાં પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલના ઘરમાં પુત્રવધૂને માર મારવાના અને દહેજની અંગેની ફરિયાદ નોંધાઈ છે. રમણ પટેલના પુત્રએ તેની પત્નીને ઢોર માર મારતા તમામ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાની વિગત એવી છે કે રમણ પટેલના પુત્ર મોનાંગ અને પત્ની ફીઝુનો 1લી ઓગસ્ટે જન્મદિવસ હોવાથી સગા- સંબંધીઓ અને ફીઝુબહેનના માતાપિતાને પણ બર્થ-ડે પાર્ટીમાં નિમંત્રણ અપાયું હતું.

પાર્ટી પૂરી થયા બાદ વેવાઈઓના પરિવારો ઘરમાં બેઠા હતા ત્યારે સાસુ-સસરાએ દહેજ બાબતે મેણાં- ટોમાં માર્યા હતા ને પિતાએ તેમના પુત્રને એવું કહ્યું હતું કે, તારી પત્નીને લાત મારીને કાઢી મૂક. ફીઝુબેનના પિતાએ પત્ની સાથે ડાયવોર્સ લીધેલા હોઈ તેમણે પુત્રીના સાસરિયાંને ઉશ્કેરણી કરી હતી ને ગાળો બોલવા લાગ્યા હતા.

આવું બન્યા પછી મા-દીકરી ગેસ્ટરૂમમાં જતા રહ્યા હતા પણ મોડી રાત્રે મુકેશ પટેલ અને મોનાંગ પટેલે ત્યાં જઈને ફીઝુબેનને લાફા અને ફેંટો મારતા તેઓ અર્ધબેભાન થઈ ગયા હતા. તેમના માતા બચાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો અને મા-દીકરીને કાઢી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફીઝુબેનને બેહદ માર માર્યો હોવાથી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. ફીઝુબહેને નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના સસરા ભૂતકાળમાં દારૂ પીને પરેશાન કરતા હતા એવું નિવેદન આપી પતિ મોનાંગ પટેલ, સસરા રમણ પટેલ, સાસુ મયુરિકાબેન અને પિતા મુકેશ પટેલ વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DPgedt
via IFTTT

Post a Comment

Previous Post Next Post