
-બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં નવી રણનીતિ
-લાલુના મુસ્લિમ-યાદવ મતોને આંચકી લેવાનો નવો વ્યૂહ
પટણા તા.22 ઑગષ્ટ 2020 શનિવાર
બિહારના બેતાજ બાદશાહ ગણાતા સાજદના લાલુ યાદવની વોટબેંકને આંચકી લેવા જદયુના નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે વ્યૂહ ઘડ્યો હોવાની જાણકારી મળી હતી.
બિહારામં મુસ્લિમ-યાદવ ફેક્ટર ખૂબ મહત્ત્વનું ગણાય છે અને અત્યાર અગાઉ લાલુ યાદવ આ ફેક્ટરથી વિજય મેળવતા હતા. બિહારમાં 17 ટકા મુસ્લિમ અને 14 ટકા યાદવ વસતિ છે. આ લોકો ચૂંટણીની હારજિતમાં બહુ મોટો ફાળો આપે છે.
2015 સુધી લાલુ યાદવે આ મુસ્લિમ-યાદવ ફેક્ટરની મદદથીજ સતત વિજય મેળવ્યો હતો. એ પછી પણ રાજદને આ ફેક્ટર સતત સહાય કરતું રહ્યું હતું. હવે આ ફેક્ટરમાં તિરાડ પાડવાની નીતિશ કુમારની યોજના હોવાની માહિતી મળી હતી.
અત્યારે લાલુ યાદવ ચારા કૌભાંડમાં કારાવાસ ભોગવી રહ્યા છે. એમની ગેરહાજરીનો લાભ લેવા નીતિશ કુમારે એક યોજના ઘડી કાઢી હતી. એનો અમલ પણ શરૂ થઇ ગયો હતો. છેલ્લા ત્રણ ચાર મહિનામાં રાજદના સાત મુસ્લિમ અને યાદવ નેતાઓ જદયુમાં જોડાઇ ગયા હતા. હજુ બીજા રાજદ નેતાઓને પોતાની તરફ આકર્ષવાની નીતિશ કુમારનો વ્યૂહ છે.
બીજા તો ઠીક, ખુદ લાલુના વેવાઇ ચંદ્રિકા રાય પણ જદયુમાં જોડાઇ ચૂક્યાં છે. તાજેતરમાં બીજા ત્રણ રાજદ નેતાઓ જગયુમાં જોડાયા એમાં ચંદ્રિકા રાયનો પણ સમાવેશ થયો હતો. એ ઉપરાંત ફરાઝ ફાતમી અને પાલીગંજના રાજદ ધારાસભ્ય જયવર્ધન યાદવ પણ જેડીયુમાં જોડાઇ ગયા હતા. રાજદના અન્ય ધારાસભ્ય જનાર્દન યાદવ બિહારના દિગ્ગજ નેતા રામ લખન સિંઘ યાદવના પૌત્ર છે.
આમ નીતિશ કુમાર લાલુની વોટબેંકમાં ગાબડાં પાડી રહ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hw4NFO
via IFTTT
Post a Comment