મંદિર બનવાનું શરૂ થયુ તો પાકિસ્તાને કહ્યું- હિન્દુવાદી શક્તિઓ હાવી થઈ ગઈ છે, આર્થિક પછાત માટે અનામતનો કેસ બંધારણીય ખંડપીઠ સમક્ષ

બુધવારે દેશમાં દિવસભર રામમંદિરની ગૂંજ રહી. અયોધ્યામાં રામમંદિર માટે ભૂમિપૂજન કર્યું. મોદી રામલલાના દર્શન કરનારા પ્રથમ પ્રધાનમંત્રી બન્યા તો સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે સદીઓથી જેની પ્રતિક્ષા હતી તે આજે પૂરી થઈ તેનો આનંદ છે, ભારતને આત્મનિર્ભર બનાવવાનું અનુષ્ઠાન પૂર્ણ થયું. જોકે તમે વિચારતા હોય કે મંદિર નિર્માણ આવતીકાલથી શરૂ થશે તો હજુ તેનો નકશો મંજૂર થવાનો બાકી છે. હવે એક નજર આવતીકાલના મુખ્ય સમાચાર પર..
અયોધ્યાએ ઈતિહાસમાં અનેક ઉતાર ચઢાવ જોયા
સૌથી પહેલા વાત અયોધ્યાની કરીએ. 492 વર્ષ બાદ મંદિર બનવાની શરૂઆત થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન અયોધ્યાએ અનેક ઉતાર ચઢાવ જોયા છે. મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી. મસ્જિદ તૂટી ફરી બની, ફરી તૂટી. 167 વર્ષ અગાઉ મંદિરને લઈ પ્રથમ વખત અયોધ્યામાં હિંસા થઈ તો 162 વર્ષ અગાઉ આ વિવાદમાં પ્રથમ વખત FIR થઈ. 135 વર્ષ અગાઉ કેસ કોર્ટ સુધી પહોંચ્યો. અને 8 મહિના 27 દિવસ અગાઉ રામલલાને પુનઃબિરાજમાન કરવા અંગે સુપ્રીમ કોર્ટ તરફથી ચૂકાદો આવ્યો.આ સમગ્ર ઘટનાક્રમ અયોધ્યા અંગે ઘણુ બધુ કહે છે.

રામમંદિરનો કરંટ પાકિસ્તાનને લાગ્યો, કહ્યું-ભારત હિન્દુત્વની દિશામાં...
જ્યારે વાત મંદિરની થતી હોય અને પાકિસ્તાન તરફથી કોઈ નિવેદન ન આવે તેવું બની જ ન શકે. હકીકતમાં મંદિર નિર્માણ અંગે ઈમરાન ખાન સરકારના રેલવે પ્રધાન શેખ રસીદે મોદી સરકારની ટીકા કરી છે અને તે સાંપ્રાદાયિક હોવાનો આરોપ લગાવ્યો છે. રસીદે કહ્યુ કે ભારત હવે રામ નગર થઈ ગયુ છે. ભારતમાં લઘુમતીઓને મુશ્કેલી પડી રહી છે. ભારત હવે શ્રીરામના હિન્દુત્વ તરફ વળી ગયુ છે.

આર્થિક પછાત માટે અનામતની બાબત બંધારણીય ખંડપીઠ પાસે
હવે અનામતને લગતા એક મહત્વના સમચાર જોઈએ. જનરલ કેટેગરીમાં આર્થિક પછાત (EWS) માટે 10 ટકા અનામત આપવાને લગતો કેસ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ (5 ન્યાયમૂર્તિઓની ખંડપીઠ) સમક્ષ મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી અને બી આર ગવઈની બનેલી ખંડપીઠે આ નિર્ણય લીધો છે. કોર્ટે 31 જુલાઈ,2019ના રોજ સુનાવણી કર્યા બાદ આ અંગે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આર્થિક આધાર પર અનામત આપવા અંગેના ચુકાદા પર સ્ટે ઓર્ડર આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

બુલિયન માર્કેટમાં તેજીની આગેકૂચ
ચોથા સમાચાર બુલિયન માર્કેટમાંથી છે, જ્યાં સોનાની કિંમતોમાં તેજીની ચમક યથાવત છે. બુધવારે સોનુ 10 ગ્રામ દીઠ 55 હજારની વિક્રમી સપાટી પર પહોંચ્યુ હતું. ચાંદીની કિંમત પણ કીલો દીઠ રૂપિયા 71 હજારની સપાટીએ પહોંચી છે. મોતિલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસિસમાં કોમોડિટી એન્ડ કરન્સી બાબતના હેડ કિશોર નારના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદીમાં આ વર્ષે અત્યાર સુધીમાં અનુક્રમે 40 ટકા અને 50 ટકા વળતર મળ્યુ છે,જે વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. આજે સોનાના ભાવ રૂપિયા 529 વધી 55,080 થયા છે.

ટેસ્ટ ક્રિકેટમાં પરિવર્તનની શરૂઆત
રમત-જગતની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ શરૂ થઈ ગઈ છે. બુધવારે ટેસ્ટ ક્રિકેટમાં એક પરિવર્તનની શરૂઆત થઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ટ્રાયલ સ્વરૂપે ઈગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે 3 ટેસ્ટની સિરીઝથી ફ્રન્ટ ફૂટ નો બોલને લગતો નિર્ણય મેદનને બદલે ટીવી અમ્પાયર કરશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે આ અંગેની જાહેરાત કરી. વન-ડેમાં પ્રથમ વખત 2016માં પાકિસ્તાન-ઈગ્લેન્ડ વચ્ચે યોજાયેલી સિરીઝથી આ ટેકનિકને ટ્રાયલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શુ કહે છે આજે ગ્રહ અને અંક
6 ઓગસ્ટ, ગુરુવારે ચંદ્રમા શતભિષા નક્ષત્ર સાથે કુંભ રાશિમાં રહેશે. જેને લીધે વજ્ર નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ અશુભ યોગને લીધે મેષ, વૃષભ, મિથુન, કર્ક અને ધન રાશિવાળા લોકોને કામકાજમાં અવરોધ આવી શકે છે. જોબ અને બિઝનેસમાં વિવાદ થઈ શકે છે. દિવસભર તણાવ રહે તથા કોઈ છૂપો ડર પણ લાગ્યા કરે. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક તથા મકર રાશિવાળા લોકો માટે આજનો દિવસ શુભ છે. આ રીતે 12 પૈકી 7 રાશિઓ માટે આજનો દિવસ સારો રહેશે.
ગુરુવાર, 6 ઓગસ્ટનો મૂળાંક 6, ભાગ્યાંક 9, દિવસ અંક 3, માસાંક 8 અને ચલિત અંક 1, 4 છે. ન્યૂમેરોલોજિસ્ટ ડો.કુમાર ગણેશના મતે ગુરુવારના અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ બની છે. અંક 3ની અંક 6 સાથે અને અંક 8 સાથે મિત્ર યુતિ બની રહી છે. અંક 6ની અંક 1,4 સાથે વિરોધી યુતિ છે. અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ બની છે. અંક 8ની અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે મિત્ર યુતિ બની રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
When the construction of the temple started, Pakistan said- Hindutva forces have prevailed, case of reservation for economic backwardness before the constitutional bench


from Divya Bhaskar https://ift.tt/33scjh3
via IFTTT

Post a Comment

أحدث أقدم