
અમદાવાદ, તા. 2 ઓગસ્ટ, 2020, રવિવાર
એક તરફ, સુરત,રાજકોટ,અમદાવાદ,વડોદરા સહિતના શહેરોમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. બીજી તરફ,રાજ્યમાં છેવાડાન આદિવાસી જિલ્લા જેમ કે,નર્મદા અને ડાંગમાં અત્યાર સુધી કોરોનાથી એકપણ દર્દીનું મોત થયુ નથી. ગુજરાતના આ બે જિલ્લામાં કોરોનાનો મૃત્યુદર શૂન્ય રહ્યો છે.
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ ઘટયો છે કેમકે,કેસોનુ પ્રમાણ ઘટયુ છે.આ તરફ,સુરત કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યુ છે.સુરત શહેર અને જિલ્લામાં કેસો જ નહીં, મૃત્યુદર પણ વધ્યો છે. અન્ય જિલ્લામાં ય કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે.આ બધીય પરિસ્થિતી વચ્ચે ગુજરાતમાં અમુક જિલ્લા એવા છેકે, જયાં એક્ટિવ કેસોનું પ્રમાણ છે પણ મૃત્યુદર ઘણો જ ઓછો રહ્યો છે.
ડાગમાં અત્યાર સુધી માત્ર 20 કેસો નોંધાયા છે જેમાં 9 જ કેસ એક્ટિવ છે.11 દર્દીઓ સાજા થયા છે.જોકે,ડાંગમાં કોરોનાથી એકપણ દર્દીનુ મોત થયુ નથી. આ જ પ્રમાણે, નર્મદા જિલ્લામાં ય 342 કેસો નોંધાયા છે જેમાં 89 એક્ટિવ કેસ છે.જયારે 253 દર્દીઓ સાજા થઇને ઘેર પહોચ્યાં છે.
નર્મદા જિલ્લામાં ય કોરોનાથી કોઇનુ મોત નિપજ્યુ નથી. આ જિલ્લામાં ય કોરોનાનો મૃત્યુદર શૂન્ય છે. છોટાઉદેપુર જિલ્લામાં 160 કેસ નોંધાયા જેમાં 114 સાજા થયા છે.આ જિલ્લામાં અત્યાર સુધી 2 દર્દીઓના મોત થયાં છે. તાપીમાં 152 કેસો નોંધાયા જેમાં એક દર્દીનુ મોત નિપજ્યુ છે.
દાહોદમાં અત્યાર સુધીમાં 5 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાથી 3-3 દર્દીઓના મોત થયાં છે. ગીર સોમનાથમાં કોરોનાથી 4ના મોત થયાં છે. ટૂંકમાં ,ગુજરાતમાં સાત જિલ્લા એવા છેકે,જયાં કોરોનાથી પાંચથી ઓછા દર્દીઓના મોત થયાં છે.જયારે ડાંગ અને નર્મદામાં તો એકેય દર્દીનુ મોત થયું નથી. સેક જિલ્લામાં મૃત્યુદર ઘણો ઓછો રહ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33lyJAq
via IFTTT
إرسال تعليق