
અમદાવાદ, તા. 11 ઓગસ્ટ, 2020, મંગળવાર
એક તરફ, આઇપીએસની બદલીઓ પછી રાજ્ય સરકાર આઇએએસ, કલેક્ટર-ડીડીઓની બદલીઓ કરવા પ્રક્રિયા હાથ ધરી છે. બીજી તરફ, ઓગષ્ટના અંતમાં ચીફ સેક્રેટરી અનિલ મુકિમ વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યાં છે જેના કારણે રાજ્ય સરકાર વધુ છ મહિનાનું એક્સટેન્શન આપી શકે છે તેવી સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી અંગે હજુય અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. કેન્દ્ર ચૂંટણીપંચે હજુ કોઇ નિર્ણય લીધો નથી પણ પેટાચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે 74 આઇપીએસની બદલીઓ કરી હતી. હવે રાજ્ય સરકારે આગામી 15 ઓગષ્ટ પછી આઇએએસ અને ગેસ કેડરના અિધકારીઓની બદલી કરવા તૈયારીઓ આદરી છે.
સૂત્રોના મતે, ચાલુ માસ ઓગષ્ટના અંતમાં જ ચીફ સેક્રેટરી અનિલ મુકિમ નિવૃત થઇ રહ્યાં છે.જોકે, કોરોનાની મહામારીના કપરા સમયે રાજ્ય સરકાર અનિલ મુકિમને વધુ છ મહિનાનુ એક્સટેન્શન આપી શકે છે. હાલમાં નવા ચીફ સેક્રેટરીને લઇને રાજ્ય સરકાર કોઇ નવી પ્રક્રિયા હાથ ધરવાના મૂડમાં નથી. આ કારણોસર અનિલ મુક્મિ જ હાલ ચીફ સેક્રેટરીપદે યથાવત રહે તેવી સંભાવના છે.
આ તરફ, મુખ્યમંત્રી કક્ષાએ ઉચ્ચ સ્તરીય બેઠકનો દોર શરૂ થયો છે જેમાં આઇએએસ,કલેક્ટર,ડીડીઓ ઉપરાંત બોર્ડ કોર્પોરેશન ઉપરાંત અન્ય વિભાગોમાં અિધકારીઓની બદલી કરવાનો તખતો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કયા અિધકારીને કયા વિભાગમાં જવાબદારી સોંપવી તે અંગે મનોમંથન કરી બદલીની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એકાદ વર્ષ બાદ આઇએએસથી માંડીને જિલ્લા કક્ષાના વહીવટી માળખામાં ફેરફાર કરવા સરકારે તૈયારી કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XRJ1EM
via IFTTT
إرسال تعليق