ચીનથી આવતાં શંકાસ્પદ બીજ પાર્સલ અંગે સાવધ રહેવા કેન્દ્ર સરકારે આપેલી ચેતવણી, અન્ય દેશોમાં પણ મોકલાયા આવા પાર્સલ

કેન્દ્ર સરકારે રાજ્યો, ઉદ્યોગો અને સંશોધન સંસ્થાઓને શંકાસ્પદ બીજ પાર્સલ અંગે સાવધ રહેવા કહ્યું છે. તેમાં એવા બીજ હોઈ શકે છે કે જે દેશની જૈવિક વિવિધતા માટે જોખમરૂપ હોય. કૃષિ મંત્રાલયે આ અંગે કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિના દરમિયાન વિશ્વના અનેક દેશોમાં આ પ્રકારના હજારો શંકાસ્પદ બીજના પાર્સલ મોકલાયા છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, જાપાન અને યુરોપિયન દેશોમાં આ પ્રકારની ઘટના બહાર આવી છે.

પાર્સલ પર ભ્રામક લેબલ લગાડે છે
આ પાર્સલ અજ્ઞાત સાધનો દ્વારા મોકલાય છે અને તેમાં ભ્રામક લેબલ લગાડ્યા હોય છે. તેમાં એવા બીજ હોય છે કે જે પર્યાવરણ, કૃષિ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. એક અધિકારીએ કહ્યું કે ચીન દ્વારા પેદા થયેલા કોવિડ-19ના રોગચાળા સામે આપણે હજુ ઝઝુમી રહ્યાં છીએ ત્યારે આ નવી આફત આપણા માટે વધુ મુશ્કેલી સર્જી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3a9zA8T
via IFTTT

Post a Comment

Previous Post Next Post