
અમદાવાદ, તા. 4 ઓગસ્ટ, 2020, મંગળવાર
કરોડો હિંદુઓના આસૃથાના પ્રતિક ભગવાન રામની જન્મભૂમિ પર નિર્માણ થનારાં ભવ્ય રામ મંદિરનુ નિર્માણ કાર્ય શરૂ થવા જઇ રહ્યુ છે. આવતીકાલે બુધવારે અયોધ્યામાં રામમંદિર જન્મભૂમિ શિલાન્યાસ વિધી કરવામાં આવનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યા પહોંચી રહ્યાં છે .આ સમગ્ર શિલાન્યાસ વિધી જોવા લાખો લોકો ઉત્સુક બન્યાં છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં ય કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીઓ વેબકાસ્ટિંગની માધ્યમથી આખીય શિલાન્યાસ વિધી નિહાળશે.
આવતીકાલે બુધવારે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળ કેબિનેટની બેઠક મળનાર છે જેમાં રામ મંદિર શિલાન્યાસ પર આભાર પ્રસ્તાવ રજૂ થનાર છે.
આ આભાર પ્રસ્તાવ કેબિનેટની બેઠકમાં પસાર કરવામાં આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પ્રસ્તાવ મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત બધાય મંત્રીઓ વેબકાસ્ટિંગની મદદથી અયોધ્યામાં થનારા રામજન્મભૂમિ શિલાન્યાસ વિધીને નિહાળશે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના ચેમ્બરમાં વેબકાસ્ટિંગથી શિલાન્યાસ વિધી નિહાળવા ખાસ વ્યવસૃથા કરી છે. સૂત્રોના મતે, કેબિનેટની બેઠકમાં ગુજરાતમાં કોરોનાના સિૃથતીને લઇને ય ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આવતીકાલથી અનલોક-3ની માર્ગદર્શિકા મુજબ જીમ- યોગ ક્લાસ શરૂ થઇ રહ્યાં છે ત્યારે નિયમોનું કડકપણે પાલન થાય તે માટેના દિશાનિર્દેશને લઇને ચર્ચા થનાર છે. સાથે સાથે શાળાઓમાં 25 ટકા ફી ઘટાડાને લઇને પણ મહત્વનો નિર્ણય સરકાર લઇ શકે છે. આમ, આવતીકાલે કેબિનેટમાં રામજન્મભૂમિ શિલાન્યાસ પર આભાર પ્રસ્તાવ મુખ્ય મુદ્દો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3icZpaz
via IFTTT
إرسال تعليق