જેનો એકેય મેળામાં મેળ ન પડે ઈ છેલ્લે શિવરાતના મેળામાં જઈ બોલે ‘ધૂણી રે ધખાવી તારા નામની’’...

કોરોનાને કારણે તમે મેળો કે ડાયરો માણી શકો તેમ નથી ત્યારે ભાસ્કરે તમને ખડખડાટ હસાવવા માટે બે હાસ્ય કલાકાર વચ્ચે સંવાદ કરાવ્યો છે તો માણો, કારણ કે, વનસ્પતિ માટે જેમ સૂર્ય પ્રકાશ જરૂરી છે તેટલું હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે

ધીરુભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાની જમાવટ
ધીરુભાઈ :
ભગવાન કૃષ્ણ લોક હૃદયમાં પ્રસ્થાપિત થઈ ગયા છે. પહેલા તો એક સમય એવો હતો કે જ્યારે આવી ફેસિલિટી નહોતી. ગામડાનો માણસ આખો દિવસ વાડીએ ખેતરે શ્રમ કરે, જન્માષ્ટમીને હજુ 20-25 દિવસની વાર હોય ત્યારે ઈ માણસ વાળુ પાણી કરી ગામના ચોકમાં ભેગા થાય. ભાઈઓ દાંડિયા રાસ રમતા હોય અને બહેનો દીકરી રાહડે રમતી હોય. શું કામ કે આ સંગીતથી આખા દિવસનો શ્રમ ઓગળી જતો. અને કોઇપણ માણસ જેને કાઈ દુ:ખ હોય તકલીફ હોય તો મહોત્સવ આવે એટલે સગા સ્નેહીજનો આવે, ગામના માણસો રજા રાખી હોય એટલે બધા મળવા જાય તેથી જૂના દુ:ખ પણ ભુલાઈ જતા અને માણસ પ્રફુલ્લિત થતો.

ગુણવંતભાઈ : મારી દૃષ્ટિએ કૃષ્ણએ આપણને પ્રેક્ટિકલ થતા શીખવ્યું છે. જે અત્યારે આપણે માનીએ છીએ કે પોઝિટિવિટી હોવી જોઈએ નેગેટિવિટી નહીં પણ કૃષ્ણએ તો એ સમયમાં પોઝિટિવિટી શીખવાડી છે. દહીં હાંડી જુઓ એ શું છે, શરીરમાં ગ્લુકોઝ અને શુગર ઘટી જાય તે રીતે આખી રાત રાહડા રમ્યા હોય શ્રમ કર્યા હોય એટલે દહીં સાથે ખાંડ ખાઈએ તો શરીરને એનર્જી આપે છે. એટલે શ્રીકૃષ્ણને આપણને એ શીખવાડ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. અત્યારે આપણે કોરોનામાં શું કરી રહ્યા છીએ આ માટે જ તો દોડીએ છીએ.

ધીરુભાઈ : આમ તો મેળો છે ઈ મેળે મેળે થતો. એમા કોઇને બોલાવવામાં ન આવતા. આ તો હવે આપણે છાપામાં આવે કે ન્યૂઝમાં આવે કે ભઈ આપણે 5 દી’નો મેળો છે. પહેલા આ કોઇ માધ્યમ ન હતું. લોકો જ બધા નક્કી કરે કે આપણે અહીં જાય એટલે બધા ભેગા થઈ જાય. મેળે મેળે લોકો આવે અને મેળે મેળે ભેગા થાય તેને મેળો કહેવાય અને પછી મેળે મેળે છૂટા પડી જાય. આનું નામ મેળો ત્યારે કોઇ લોકાર્પણ કે ઉદઘાટન ન થતા. એ કોઇ આવીને ભવાઈ મંડળી જમાવી દે, કોઇ રાસ મંડળી જમાવી કોઇ ફજર ખોળી દે. હઉ હઉની રીતે બધા આવે. બધાની દૃષ્ટિએ મેળો અલગ હોય, કોઇને મેળામાં લોકદર્શન થતું હોય કોકને મેળાની અંદર સંગીત દર્શન થતું હોય અને કોકને મેળાની અંદર બાળકમાં કૃષ્ણ રમતો હોય તેવું લાગતું હોય.
ચંદન હે ઈસ દેશકી મિટ્ટી, તપોભૂમિ હર ગાવ હે
હર બાલા દેવી કી પ્રતિમા, બચ્ચા બચ્ચા રામ હે

ધીરુભાઈ : બાળક માટે મેળો એટલે.. એવું કહેવાતું કે મેળો કરવા શહેરમાં જાવું પડે. બાળકને મેળે લઈ જાય ને ત્યારે એને ખબર પડે કે આ બાળક ગામડામાં ધૂળમાં રમતો હોય અને શહેરમાં મેળાની રંગત જોવે ત્યારે બાળકનું બાળપણ વધારે ખીલી જતું. અને બાળક નિર્દોષ હોય છે તેને ખબર નથી હોતી કે બાપુજી વ્યાજે લઈને સાતમ કરાવે છે’ હા હા એટલું એને ભોળપણ હોય છે. પણ જ્યારે એ બાળકને સમજણ આવી જાય કે આપણે ગરીબ છીએ અને બાપુજી વ્યાજે પૈસા લઈ આવી સાતમ કરાવે છે ત્યારે તેનો આનંદ વયો જાય છે. એટલે જ કવિદાદ બાપુએ લખ્યું છે કે,
બેહદ ડંફાસ કેરી લાંબી બંધૂકે, ભળકી ગયા ભોરૂડા હણકા
ડહાપણના દરિયાના તળિયે સમાઈ ગયા કાલી કાલી વાણીના ઝરણાં

ગુણવંતભાઈ : મોલનો કન્સેપ્ટ મેળામાંથી આવ્યો હોય તેવું મારી દૃષ્ટિએ લાગે છે. એનું કારણ છે કે, મેળામાં માણહ માણહની નજીક આવે છે, આ એક જ એવી જગ્યા રહી છે જ્યાં જ્ઞાતિ ભેદ નથી અને અમીરી ગરીબીનો પણ ભેદ નથી. જેની સગાઈ થઈ હોય એણે એકબીજાને જોયા ન હોય એ તરણેતરના મેળામાં દૂરથી એકબીજાને જોઈ લેતા.

ધીરુભાઈ : પણ અત્યારે મોબાઈલ થાતા વાતું કરી કરી થાકી ગયા હોય તો એક તરણેતરના મેળા જાય તે એક જૂનાગઢના મેળામાં જાય. હા અને ઈયા જઈને પાસા બેઠા બેઠા ક્યે હું આયા બેઠો છું જો. તો ઓલા ઈયા જોવે. જેનો એકેય મેળામાં મેળનો પડે એ છેલ્લે શિવરાત્રીના મેળામાં બેસી જાય અને પછી ગાય ‘ધૂણી રે ધખાવી તારા નામની’

ધીરુભાઈ : આ વખતે મેળા નથી થવાના મંદિરોય બંધ છે ક્યાંય જવાનું નથી. પણ, જમાઈયું ઘરે આવશે એને ના નો કહી શકાય. નો ગમતા હોય અને સુરતથી આવ્યા હોય તો પણ રાખવા પડે.
કડવા હોય તો ય ચાખવા પડે, અણગમતાને પણ રાખવા પડે
સમયના વાયરે ઉઘાડા થાય રતુ, પોતાના હોય તો ઢાંકવા પડે
જે માણસનો જમાઈ સુરત રહેતો હોય એણે સમજવું જોય કે હાહરાના ઘરે આ ઢંઢેરો લઈને અત્યાર નો જવાય.
આ વખતે મેળામાં કોઇ નહિ પણ તમે તપાસ કરજો ઘીરે ઘીરે જ જમાઈયું જરૂર નીકળશે

ધીરુભાઈ : વિરોધાભાસ એવો છે કે જન્માષ્ટમીમાં અમારા ગામડાં વાળા બહેનો એમ ક્યે કે તમે કોઇ દી ક્યાંય લઈ ગયા ! એટલે આ વખતે આપણે આઠમના મેળે જાહુ. ઈ આઈથી આમ સિટીમાં મેળે જાતા હોય અને જે સિટીમાં રહે છે ઈ એમ કે કે અમને કોઇ દી સીમમાં લઈ ગયા એટલે ઈ આમણા દાયબે આવે. તઈ ઉપવન પાહે હામ હામા ભેગા થઈ જાય.

ધીરુભાઈ : જેની પાહે છે એની કદર નથી. દાખલા તરીકે નળિયા વાળામાં મકાનમાં રહે છે ઈ બંગલાના પોસ્ટર મારે છે. અને બંગલા વાળા હુઘરીનો માળો ટીંગાળે છે. જે છેને એમાં આનંદ નથી માણતા અને બીજે મથે સે.

ધીરુભાઈ : અગાઉ ઘરોમાં નાના મોટા ઝઘડા થતા ત્યારે વડીલ ડેલીએ આવે અને ખોંખારો ખાય એટલે ઝઘડા શમી જતા. હવે જૂના માણસો ટેવને કારણે ડેલીએ આવી ખોંખારો ખાય છે પણ હવે કઈ ફેર નો પડે એટલે ઈ જ મોરા પડી જાય.

ગુણવંતભાઈ : અત્યારે ગામડાના જૂના માણસો ખોંખારો ખાય તો સિટી વહુ એમ ક્યે કે આને જલદી ચેક કરાવા લઈ જાઓ કોરોના હઈશે.

ધીરુભાઈ : સુખ અને દુ:ખની સાંકળ હોય છે, સુખ હોય તો પાછળ દુ:ખ છુપાયેલું હોય અને દુ:ખ હોય તો પછી સુખ આવવાનું હોય છે. દાખલા તરીકે તમે બળદિયો વેચાતો લ્યો તો બંગાહુ મફતમાં આવે એના બીજા 300 નો દેવાના હોય.

લોકોને હસાવવાનો ભાસ્કરનો આ પ્રયોગ અમારા માટે યાદગાર
બહુત સે લોગ અપને દુ:ખો કે ગીત ગાતે હે, હોલી યા દિવાલી હો, માતમ મનાતે હે, લેકિન દુનિયા ઉન્હી કે ગીત પર ઝૂમતી હે, જો જલતી ચીતા પર બેઠકર સદા બિન બજાતે હે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ધીરુભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાની જમાવટ.


from Divya Bhaskar https://ift.tt/33Zh5D5
via IFTTT

Post a Comment

أحدث أقدم