મહેસાણામાં વરસાદમાં ફસાયેલા લોકોને કૅશડૉલ ને ભોજન આપો


(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર

મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદને પરિણામે નુકસાનીનો સામનો કરી રહેલા લોકોને થયેલા નુકસાનની સમીક્ષા કરીને તેમને તત્કાળ રોકડ સહાય - કૅશ ડોલ્સ આપવા ઉપરાંત ભોજન અને રહેઠાણની પણ સુવિધા પૂરી પાડવાની સૂચના તંત્ર વાહકોને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સૂચનો કર્યા છં.

મહેસાણા જિલ્લાની સેવા ભાવી સંસ્થાઓને તેમણે જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે. મહેસાણા જિલ્લામાં કડી, મહેસાણા, બેચરાજી અને જોટાણામાં વ્યાપક વરસાદ થતાં ઠેર ટેર પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

મહેસાણામાં આજે ભારે વરસાદ થતાં રેલવેલાઈનની ઉપર આવેલા ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ પર પાણીનો ભરાવો થયો હતો. આ પાણીના નિકાલ માટેનું આયોજન પણ પ્રસ્તુત બેઠકમાં કરવામાં આવ્યુંહ તું. તેમ જ વરસાદને પરિણામે માર્ગને થયેલા નુકસાન અંગે ચર્ચા કરી વરસાદ બંધ થયા પછી તેને તત્કાળ સુધારી લેવાની સૂચના પણ આપી હતી.

આ સાથે જ વરસાદ બંધ થતાં જિલ્લામં રોગચાળો ન ફાટી નીકળે તે માટે પગલાં લેવાની સૂચના પણ તેમણે આપી હતી. તે માટે દવાનો યોગ્ય છંટકાવ કરવા અને સ્વચ્છતા જાળવવાની તથા પાણીનું ક્લોરિનેશન કરીને પછી જ લોકોને મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.  આજે નાયબ મુખ્યમંત્રીએ મહેસાણાના વરસાદની અસરનો ભોગ બનેલા વિસ્તારોની મુલાકાત લીધીહ તી.

મહેસાણા શહેરમાં ખારી નદીના પુલ વિસ્તારમાં રહેતા નાગરિકોને, ધોબી ઘાટ વિસ્તારના નાગરિકોને તથા પરા તળાવ પાસે આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા લોકોની મુલાકાત લઈને તેમની સમસ્યાઓ સાંભલી હતી. આ સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે જ મોડેલ શાળાની મુલાકાત લઈને વરસાદને કારણે સલામતી માટે ત્યાં સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે ચર્ચા કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EqduTT
via IFTTT

Post a Comment

أحدث أقدم