રાજસ્થાનના રાજકીય સંકટનો ઉકેલ લાવવામાં પ્રિયંકા ગેમ ચેઇન્જર સાબિત થઈ, પાયલટની રાહુલ સાથે વાત કરાવી

રાજસ્થાનના રાજકીય સંકટનો ઉકેલ લાવવામાં ચાર વ્યક્તિઓએ મોટી ભૂમિકા ભજવી છે. તેમાં સૌથી મોટી ભૂમિકા પ્રિયંકા ગાંધીએ ભજવી છે. કારણ કે પ્રિયંકાએ જ સૌથી પહેલા સચિન પાયલટનો સંપર્ક કર્યો અને તેને રાહુલ ગાંધી સાથે વાત કરવા તૈયાર કર્યો. આ દરમિયાન સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હાઈકમાન્ડ અને પાયલટ વચ્ચે સેતુનું કામ કર્યું. ત્યારપછી પાયલટે દિલ્હીમાં લગભગ 2 કલાક સુધી પ્રિયંકા ગાંધીની હાજરીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી.

પાયલટે મીડિયામાં પોતાની પ્રથમ પ્રતિક્રિયા દરમિયાન પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો અને કહ્યું કે સમય કાઢીને વાત સાંભળવા બદલ આભાર. પાયલટ કહે છે કે મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટપણે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ લડાઈ કોઈ પદ માટે નથી પણ આત્મસન્માન માટે છે. જે લોકોએ મહેનત કરી તેમની સરકારમાં ભાગીદારી હોવી જોઈએ. કોંગ્રેસ પક્ષ સામે તેમનો કોઈ વિરોધ નથી. ત્યારપછી રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી તેમને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા. પછી સોનિયાએ પાયલટ સહિત તમામ બળવાખોરોની સમસ્યાનું સમાધાન કરવા માટે એક સમિતિ રચવાનો આદેશ આપ્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રિયંકા ગાંધીની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/31Diigv
via IFTTT

Post a Comment

Previous Post Next Post