વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90% દર્દીનાં ફેફ્સાં ખરાબ; સાજા થઇ ચૂકેલા 5% ફરી સંક્રમિત, 6 મિનિટ ચલાવીને તપાસ કરાય છે

ચીનના જે વુહાન શહેરમાંથી કોરોના વાઈરસનો ચેપ દુનિયાભરમાં ફેલાયો ત્યાંથી વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ત્યાં જે દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને જેઓ સારવાર બાદ સાજા થઇ ચૂક્યા હતા તેમાંથી 90% લોકોનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે તથા સાજા થઇ ચૂકેલા દર્દીઓમાંથી 5% ફરી સંક્રમિત થઇને હોસ્પિટલમાં દાખલ છે. ચીનના હુબેઇ પ્રાંતના વુહાનમાં અત્યાર સુધીમાં 68,138 લોકો કોરોના પોઝિટિવ મળી ચૂક્યા છે જ્યારે 4,512 દર્દીનાં મોત થઇ ચૂક્યાં છે. મંગળવારે અહીં નવા 27 કેસ નોંધાયા, જેમાંથી 22 શિનજિયાંગ પ્રાંતમાં નોંધાયા છે.

ઝોંગનાન હોસ્પિટલના આઇસીયુના ડાયરેક્ટર પેંગ ઝિયોંગના નેતૃત્ત્વમાં વુહાન યુનિ.ની એક ટીમ કામ કરી રહી છે. તેણે વુહાનમાં એપ્રિલ સુધીમાં સાજા થયેલા 100 દર્દી પર સરવે કર્યો. આ ટીમ સાજા થઇ ચૂકેલા 100 દર્દી પર એપ્રિલથી નજર રાખી રહી હતી. સમયાંતરે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી રહી હતી. એક વર્ષ સુધી ચાલનારા આ સરવેનો પહેલો તબક્કો જુલાઇમાં પૂરો થયો. સરવેમાં આવરી લેવાયેલા દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. સરવેના પ્રથમ તબક્કાનાં પરિણામો મુજબ સાજા થયેલા 90% દર્દીઓનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે. તેઓ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. ટીમે દર્દીઓ સાથે 6 મિનિટ સુધી ચાલીને તેમને તપાસ્યા. સાજા થયેલા દર્દી 6 મિનિટમાં 400 મીટર માંડ ચાલી શકે છે જ્યારે એક તંદુરસ્ત વ્યક્તિ 6 મિનિટમાં 500 મીટર સહેલાઇથી ચાલી શકે છે. કોરોનાથી સંપૂર્ણપણે સાજા થયેલા દર્દીઓમાંથી કેટલાકને 3 મહિના પછી પણ ઓક્સિજનની જરૂર પડી રહી છે. 100માંથી 10 દર્દીના શરીરમાં કોરોના સામે લડતા એન્ટિબૉડી પણ ખતમ થઇ ચૂક્યા છે. 5% દર્દી કોવિડ-19 ન્યૂક્લિક એસિડ ટેસ્ટમાં નેગેટિવ છે પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ ટેસ્ટમાં પોઝિટિવ છે. એટલે કે તેમણે ફરી ક્વોરન્ટીન થવું પડશે.

નિષ્ણાતે કહ્યું: ફરી સંક્રમણ કે અગાઉનું જ સંક્રમણ છે તે અંગે કહી શકાય તેમ નથી
ઝોંગનાન હોસ્પિ.ના ડાયરેક્ટર પેંગ ઝિયોંગે કહ્યું કે આ લોકો કોરોનાથી ફરી સંક્રમિત થયા છે કે અગાઉનું જ સંક્રમણ છે તે અંગે હાલના તબક્કે કંઇ કહી શકાય તેમ નથી. સાજા થયેલા દર્દીઓના શરીરમાં વાઇરસ સામે લડતા બી-સેલ્સમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોના સંક્રમણથી મુક્ત લોકો સંપૂર્ણપણે સાજા નથી થયા. તેમાં હજુ થોડો સમય લાગી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચીનમાં કોરોના શંકાસ્પદના સેમ્પલ લઇ રહેલ ડોક્ટર.


from Divya Bhaskar https://ift.tt/30xfz8Y
via IFTTT

Post a Comment

Previous Post Next Post