ભગવાનને ચઢાવાતાં છત્ર, સિંહાસન, મુગટ, થાળ સહિત સોના-ચાંદીનાં આભૂષણના વેચાણમાં 80 ટકાનો ઘટાડો

કોરોનાને કારણે મોટા ભાગના ધંધા-રોજગાર ઠપ થઇ ગયા છે. જેની અસર તહેવારો પર જોવા મળી રહી છે. શ્રાવણ માસમાં અનેક તહેવારો વચ્ચે જન્માષ્ટમીએ ભગતો ભગવાનને સોના-ચાંદીના દાગીના, છત્ર, ઝુલા, સિંહાસન, મુગટ, થાળ અને આભૂષણ ચડાવતા હોય છે. પરંતુ આ વર્ષે માત્ર 20 ટકા જ વેચાણ થયું હોવાનું સોનીઓ જણાવી રહ્યાં છે. કોરોના કારણે ચાલતી મંદી તેમજ સોના-ચાંદીના ભાવમાં આવેલા વધારાથી ભગવાને ચડાવો ગત વર્ષ કરતા 80 ટકા ઓછો થશે.

કોરનાના કારણે મોટા ભાગના ધંધાઓ મંદીની અસર હેઠળ પસાર થઇ રહ્યાં છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે દ્વારકા સહિતના મોટા મંદિરોમાં જન્માષ્ટમીએ બંધ રહેશે. ભક્તો પ્રભુને પારણે નહિં ઝુલાવી શકે. શ્રાવણના તહેવારો નિમિત્તે થતા ધાર્મિક ઉત્સવ, ધ્વજારોહણને મંજૂરી મળતી નથી. ત્યારે ભક્તો તરફથી ભગવાનને ચડાવાતાં સોના-ચાંદીના દાગીના, છત્ર, ઝુલા, સિંહાસન, મુગટ, પ્રભુને જમાડવા માટેના થાળના ઓર્ડર ગત વર્ષની સરખામણીએ આ વખતે શહેરના સોની બજારમાં માત્ર 20 ટકા જે નોંધાયા છે. બીજી તરફ સોના-ચાંદીના ભાવ વધી રહ્યાં છે ત્યારે નાના બજેટમાં દાગીના તૈયાર કરવા શકય નથી. તહેવારમાં જે ટર્નઓવર થયું જોઇએ તેમાં મોટો ઘટાડો થયો છે. આ સિવાય ભગવાનના વસ્ત્રોમાં પણ મોટાપાયે ઘટાડો જોવા મળ્યો છે.

લૉકડાઉન પછી હજુ સુધી કોઈ મોટા ઓર્ડર મળ્યા નથી
અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને એક્સપર્ટ જીગર સોનીએ કહ્યું કે, લોકડાઉન પછી કોઇ મોટા ઓર્ડર મળ્યા નથી. ગત વર્ષે રૂ. 15 લાખ સુધીના ઓર્ડર બજારમાં મુગટ, હાર, માળા, સોના-ચાંદીના ઠાકોરજીના રમકડાં, છત્ર, ઝુલા, સિંહાસનના ઓર્ડર મળ્યા હતા. ભગતોની ઇન્કવાયરી આવે છે પરંતુ ઓર્ડર ગત વર્ષની સરખામણીએ માત્ર 20 ટકા જ જોવા મળી છે. જે લોકો ઇન્કવાયરી કરી રહ્યાં છે તેઓ પણ રાબેતા મુજબ થયા પછી ઓર્ડર આપવા જણાવી રહ્યાં છે. મંદિરોમાં ઉજવણી ન થવાની હોવાથી પણ ઓર્ડર મળ્યા નથી.

પ્રતિબંધની અસર નડે છે
મીડિયા કન્વીનર આશિષ ઝવેરીએ જણાવ્યું કે એક તરફ કોરોના ના કારણે મંદી ચાલી રહી છે તો બીજી તરફ મંદિરો અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ હોવાથી લોકો આ વખતે ભગવાનને સોના-ચાંદીના આભૂષણોની ખરીદી ઓછી કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભગવાનને ચઢાવાતાં છત્ર.


from Divya Bhaskar https://ift.tt/2PGHmgU
via IFTTT

Post a Comment

Previous Post Next Post