શ્રાવણમાં કાર્ડધારકોને મફતમાં નહીં, 50 રૂપિયે લિટર તેલ અપાશે


અમદાવાદ, તા. 4 ઓગસ્ટ, 2020, મંગળવાર

શ્રાવણ માસમાં તહેવારોને પગલે ગરીબ કાર્ડધારકોને એક લિટર કપાસિયા તેલ આપવા રાજ્ય નાગરિક પુરવઠા વિભાગે માટાઉપાડે જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાત કર્યા પછી તુરત જ પુરવઠા વિભાગે ફેરવી તોળ્યુ છે.

હવે પુરવઠા વિભાગે છેલ્લી ઘડીએ પરિપત્ર જારી કરીને એવુ નક્કી કર્યુ છેકે,અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને રાહતદરે રૂા.50 લિટર કપાસિયા તેલનું પાઉચ આપવામાં આવશે. પુરવઠા વિભાગની જાહેરાતને પગલે ગરીબ કાર્ડધારકો સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતાં ત્યારે તેમને સાચી હકીકત જાણવા મળી હતી. આમ,પુરવઠા વિભાગે ગરીબ કાર્ડધારકોની મશ્કરી કરી હોય તેવી સિૃથત ર્સર્જાઇ છે.

ઓગષ્ટ માસમાંશ્રાવણના તહેવારને પગલે રાજય નાગરિક પુરવઠા વિભાગે સત્તાવાર રીતે ઘોષણા કરી હતીકે, શ્રાવણના તહેવારો લોકો ઉજવે તેવા હેતુસર ગરીબ કાર્ડધારકોને 1 લિટર કપાસિયા તેલનુ પાઉચ મફત આપવામાં આવશે. લોકડાઉનમાં મફત અનાજ આપ્યા બાદ પુરવઠા વિભાગે મફત તેલ આપવાનું એલાન કર્યુ હતું. પુરવઠા વિભાગે 36 લાખ તેલના પાઉચ ગોડાઉન ખાતે મોકલી આપ્યા હતાં.

આ જાહેરાત બાદ અચાનક જ પુરવઠા વિભાગે ફેરવી તોળ્યુ હતું. પુરવઠા વિભાગે તાકીદે પરિપત્ર મોકલીને સસ્તા અનાજની દુકાનદારોને ય સૂચના આપી દીધી કે,કાર્ડધારકોને મફત નહીં, 50 રૂપિયે લિટર કપાસિયા તેલ આપવાનુ રહેશે.

આ તરફ, પુરવઠા વિભાગની જાહેરાતને પગલે કાર્ડધારકો સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતાં પણ દુકાનદારોને તેલ આપવા નન્નો ભણ્યો હતો. તે વખતે કાર્ડધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયાના ય કિસ્સા બન્યા હતાં. 

ખુદ અિધકારીઓનું કહેવુ છેકે, સરકાર અને પુરવઠા વિભાગ વચ્ચે સંકલનના ભારોભાર અભાવને કારણે આવુ થઇ રહ્યુ છે. નોંધનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કાર્ડધારકોને મફતમાં ચણા આપવાનું ય એલાન કર્યુ હતું.

આ વાતને આજે સવા મહિના જેટલો સમય  વિતવા આવ્યો છે. હજુ કાર્ડધારકોને ચણાં મળ્યા નથી. પુરવઠા વિભાગ આ મામલે પણ મૌન ધારણ કરીને બેઠું છે.  આમ, પુરવઠા વિભાગના લોલંલોલ વહિવટને કારણે ગરીબ કાર્ડધારકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i0ESGm
via IFTTT

Post a Comment

أحدث أقدم