
અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર
યુજીસી અને કેન્દ્ર સરકારના આદેશ મુજબ યુનિ.ઓની પરીક્ષા લેવાઈ રહી છે અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સપ્ટેમ્બર અંત સુધીમાં પરીક્ષાઓ લઈ લેવાની છે ત્યારે પરીક્ષા માટે કોલેજોમાં વિદ્યાર્થીઓ જાય છે ,શિક્ષકો-સ્ટાફે પણ જવાનુ છે તેમ છતાં હજુ અનલોક-4માં પણ કોલેજો સંપૂર્ણ બંધ રાખવામા આવતા કોલેજો-અધ્યાપકોમાં ભારે મુંઝવણ ઉભી થઈ છે.
કોલેજો અને આચાર્યો-અધ્યાપકોની ફરિયાદ છે કે જ્યારે કોલેજોમા પરીક્ષા લેવાય છે, અને ગુજરાત યુનિ.ની 3જીથી હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર છે, વિદ્યાર્થીઓએ કોલેજમાં -કલાસમાં જવાનુ છે અને શિક્ષકો-સ્ટાફે પણ પરીક્ષા-મૂલ્યાંકન માટે હવે કોલેજોએ જવાનું છે તો પછી કોલેજો સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ કેમ યથાવત રખાયો છે ?પરીક્ષાઓ વગર ડિગ્રી આપી ન શકાય તેવુ યુજીસીએ સ્પષ્ટ કરી દીધુ છે અને પરીક્ષાઓ લેવી જ પડે તેમ છે ત્યારે ત્રણવારના અનલોક બાદ ચોથા અનલોકમાં પણ સપ્ટેમ્બર અંત સુધી કોલેજો સંપૂર્ણ બંધ રાખવા કહેવાયુ છે.
કેન્દ્ર સરકારની સ્કૂલો-કોલેજો બંધ રાખવાની સ્પષ્ટ ગાઈડલાઈન છતાં પણ સ્કૂલોમાં શિક્ષકો માટે વર્ક ફ્રોમ હોમ આપવામા આવ્યુ નથી.શિક્ષકોને જુન મહિનાથી સ્કૂલે બોલાવવામા આવી રહ્યા છે અને કામગીરી સોંપવામા આવી રહી છે પરંતુ યુનિ.-કોલેજો માટે વર્ક ફ્રોમ અપાયુ હતુ અને રાજ્ય સરકારે પણ અગાઉ બે વાર પરીક્ષાઓ લેવાની હોવા છતાં વર્ક ફ્રોમ હોમ આપ્યુ હતું.
અગાઉ ગુજરાત યુનિ.એ જ કોલેજો બંધ રાખવાના કેન્દ્રના અને રાજ્ય સરકારના આદેશને પગલે પરીક્ષાઓ મોકુફ કરી દીધી હતી. આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સ્કૂલો-કોલેજો અને પરીક્ષાઓ માટે વર્ક ફ્રોમ હોમને લઈને કોઈ સંકલન જ નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EwHwWo
via IFTTT
Post a Comment