અમદાવાદમાં 4 હજારથી વધુ દુકાન-જમીનના ભાડુઆતો હવે માલિક બનશે


અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર

અમદાવાદ શહેરમાં 4 હજારથી વધુ ભાડાપટ્ટાની દુકાનો-ગોડાઉનો-જમીનો નિર્વાસિતોની મિલકતો માટે 45 વર્ષ બાદ હવે કાયદેસર માલિક થવાનો માર્ગ મોકળો થયો છે. નિર્વાસિતોની મિલકતો સહિતની આવી દુકાનો-ગોડાઉનો-છૂટક જમીનોના ભાડુઆતોને કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડાપટ્ટે અપાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 

અમદાવાદ શહેરમાં 45 વર્ષથી પડતર રહેલો નિર્વાસિત મિલકત ધારકો-દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કના પ્રશ્નનો આ સાથે ઉકેલ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રશ્નનું નિવારણ લાવતા જાહેર કર્યું છે કે, નિર્વાસિતોની મિલકતો સહિતની આવી દુકાનો-ગોડાઉનો-છૂટક જમીનોના ભાડુઆતોને કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડા પટ્ટે અપાશે.

જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આવી જે મિલકતો-દુકાનો-છૂટક જમીનો છે તેમાં 3 કેટેગરીમાં મિલકતો-દુકાનો-છૂટક જમીન આપવામાં આવેલી છે. આ ઉપરાંત રેન્ટથી આપેલી કે વાર્ષિક-માસિક ટોકનથી આપેલી બાંધકામ સાથેની અને પ્રીમિયમ વગરની અંદાજે 2734 મિલકતો છે. રેન્ટથી આપેલી કે વાર્ષિક-માસિક ટોકન ભાડેથી બાંધકામ વગરની અને પ્રીમિયમ સાથેની ખુલ્લી જમીનના અંદાજે 147 કિસ્સાઓ થાય છે.

આ ઉપરાંત  નિર્વાસિત સિંધીઓ સહિતના નિર્વાસિતોને રેન્ટથી આપેલ કે વાર્ષિક-માસિક-ટોકનથી અપાયેલી મિલકત કે ખુલ્લી જમીન જે બાંધકામ વગની છે તેના અંદાજે 1196 કિસ્સા મળી કુલ આશરે આવા 4077 જેટલા કેસ છે. આવા નિર્વાસિત પરિવારો-મિલકત ધારકો સહિત લાટી બજારના લોકો તેમજ સામાન્ય વર્ગના દુકાન ધારકો પરિવારો-માનવીઓના વિશાળ વ્યાપક હિતમાં મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય લેવાયો છે. 

આ નિર્ણય બાદ હવે સાડા ચાર દાયકા બાદ કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડે પટ્ટે મેળવવાનો માર્ગ સામાન્ય વર્ગના પરિવારો માટે ખુલ્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસૃથાને અમદાવાદનાં મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન અમૂલ ભટ્ટ, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારના શહેરી વિકાસના અિધક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અિધક સચિવ એમ.કે.દાસ સહિતના અગ્રણીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EQdhcs
via IFTTT

Post a Comment

Previous Post Next Post