કુલભૂષણની ફાંસી સામેની અપીલ અંગે 3 સપ્ટે. સુનાવણી

ઇસ્લામાબાદ હાઇકોર્ટે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસી વિરુદ્ધ અપીલ અંગે સુનાવણી માટે લાર્જર બેન્ચ બનાવી છે. આ કેસમાં આગામી સુનાવણી 3 સપ્ટેમ્બરે થશે. લાર્જર બેન્ચમાં ચીફ જસ્ટિસ સહિત 3 જજને સામેલ કરાયા છે. ભારતના દબાણ સામે ઝૂકીને પાક. જાધવની ફાંસીની સજાની ન્યાયિક સમીક્ષા કરી રહ્યું છે. તેને જાસૂસીના આરોપસર ફાંસીની સજા સંભળાવાઇ હતી. જોકે, આં.રા. કોર્ટે ફાંસી પર રોક લગાવી સજાની ન્યાયિક સમીક્ષા કરવા કહ્યું હતું. પાક.એ સંસદમાં કાયદો પસાર કરાવી આ મામલો ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં સુનાવણી માટે રજૂ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કુલભૂષણ જાધવ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3knmCZT
via IFTTT

Post a Comment

Previous Post Next Post