કલમ-370 હટ્યા પછી કાશ્મીરમાં તંત્ર તો બદલાયું પણ, ન તો વન અધિકાર કાયદો લાગુ થયો, ન તો પંડિતોને વિશેષ દરજ્જો મળ્યો

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હટ્યા પછી કાશ્મીરી પંડિતો અને ગુજ્જર બકરવાલ સમુદાયમાં મોટી આશા જાગી હતી. હવે એક વર્ષ પછી પણ તેઓ એવો જ સવાલ કરે છે કે કાનૂન બદલવાનો તેમને શું ફાયદો મળ્યો? તેમની આશાઓ તો અધૂરી જ રહી છે. આ જ રીતે ડોમિસાઈલ નીતિને સૌથી મોટું પરિવર્તન મનાઈ રહ્યું હતું. મેથી લાગુ નવી નીતિમાં કાશ્મીરના મૂળ નિવાસીની વ્યાખ્યાનો દાયરો વધારાયો. વર્ષોથી રાજ્યમાં રહીને પણ સ્થાયી નિવાસીના લાભથી વંચિતો માટે આ ફાયદારૂપ છે. પણ આંકડા જણાવે છે કે મૂળ નિવાસી બનવાની ઈચ્છા જમ્મુ-કાશ્મીર સુધી જ મર્યાદિત છે. 22 જૂને ડોમિસાઈલ પ્રમાણપત્રની ઓનલાઈન સુવિધા લોન્ચ થયા બાદથી 31 જુલાઈ સુધી જમ્મુમાં 2.9 લાખ લોકોને ડોમિસાઈલ ઈશ્યૂ કરાયા. ખીણમાં આ સંખ્યા ફક્ત 79,300 છે.

ગુજ્જર બકરવાલ સમુદાયમાં પણ આશા જાગી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી અહીં વન અધિકાર કાયદો લાગુ થશે. તેમને જંગલની જમીનનો અધિકાર મળશે. દેશમાં આ કાયદો 2006થી લાગુ છે અને વન ક્ષેત્રમાં રહેતી જાતિઓને વનઉપજનો અધિકાર આપે છે. તેના પર જેએન્ડકે ગુજ્જર બકરવાલ યુથ કોન્ફરન્સના અધ્યક્ષ જાહિદ પરવાઝ કહે છે કે આશરે 20 લાખ ગુજ્જરની વસતી નિરાશ છે.

પીઆરસી : વાલ્મીકિ સમાજના યુવાઓમાં આશા ફરી જીવંત બની
નીતિઓમાં ફેરફારની અસર દેખાઈ રહી છે. વાલ્મીકિ સમાજના રાધિકા ગિલ અને એકલવ્ય જેવા યુવા કારકિર્દી અંગે નિરાશ થઇ ગયા હતા પણ હવે પરમેનેન્ટ રેસિડેન્ટ સર્ટિફિકેટ(પીઆરસી) સાથે સપનું જોઈ રહ્યા છે. સફાઈ કર્મચારીઓનાં બાળકો નોકરીઓથી વંચિત હતા. વાલ્મીકિ સમાજના અધ્યક્ષ ગારુ ભટ્ટીએ જણાવ્યું કે રાજ્યમાં આશરે 200 યુવા ગ્રેજ્યુઅેટ કે પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહ્યા છે. પીઆરસી પછી તેઓ તેમનો જીવન સુધારી શકશે.

વરસી : શ્રીનગરમાં કર્ફ્યૂ જેવી કડકાઈ, જમ્મુમાં ઉજવણી
શ્રીનગરમાં માર્ગો પર બુધવારે કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી. ભાજપના નેતાઓને પાર્ટી ઓફિસમાં ત્રિરંગો ફરકાવવાની છૂટ હતી. પાર્ટીની અમુક મહિલા નેતાઓએ ગાંદરબલ, અનંતનાગ તથા બારામુલ્લા જિલ્લામાં ધ્વજ ફરકાવ્યા હતા. નેશનલ કોન્ફરન્સે આ ઉજવણીને ડ્રામા ગણાવ્યો હતો. ઓમર અબ્દુલ્લાહ, માકપા નેતા એમ.વાય.તારિગામી, પીડીપી નેતા મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તિજા મુફ્તીએ કડકાઈ સામે રોષ વ્યક્ત કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અનંતનાગમાં ભાજપ નેતા રુમૈસાએ ત્રિરંગો ફરકાવી ઉજવણી કરી હતી.


from Divya Bhaskar https://ift.tt/33vVAth
via IFTTT

Post a Comment

Previous Post Next Post