મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 16,545 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 700ને પાર કરી 710 થયો છે. આજે શહેરના 156 અને જિલ્લાના 47 મળી કુલ 203 લોકોને રજા આપવામાં આવી હતી. જેને પગલે કુલ ડિસ્ચાર્જનો આંકડો 12,545પર પહોંચી ગયો છે.
સુરત સિટીમાં કુલ 13,058 અને જિલ્લામાં 3215 કેસ
સુરત શહેરમાં કુલ 13,253 પોઝિટિવ કેસમાં 557 દર્દીના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 153 વ્યક્તિના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 16,545 કેસમાં 710ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 9938 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2607 દર્દી સાજા થયા છે.
સિવિલ અને સ્મીમેરમાં કુલ 162 દર્દી ઓક્સિજન પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 180 દર્દીઓ પૈકી 131 દર્દીઓની હાલત ગંભીર છે. 11 વેન્ટિલેટર, 22 બાઈપેપ અને 98 દર્દીઓ ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 115 પૈકી 96ની હાલત ગંભીર છે. 4 વેન્ટિલેટર, 28 બાઈપેપ અને 64 ઓક્સિજન પર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XMUqWz
via IFTTT
إرسال تعليق