વિદેશ મોકલેલા માલનાં નાણાં ન ચૂકવી 23.89 લાખની ઠગાઈ


અમદાવાદ, તા. 23 ઓગસ્ટ, 2020, રવિવાર

આશ્રમરોડ પર એક્સપોર્ટ ઈમ્પોર્ટની ઓફિસ ધરાવતા વેપારીને વિશ્વાસમાં લઈને બે શખ્સોએ તેમની પાસેથી 23.89 લાખનો ચણા અને દાળનો માલ કતાર દેશમાં મંગાવ્યો હતો. જોકે માલ મળી ગયા બાદ બન્ને શખ્સોએ પેમેન્ટ ન ચુકવતા વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત મુજબનવરંગપુરામાં રહેતા ખુરમ એસ.શેખ આશ્રમ રોડ પર સાકાર-9માં મરીમસાલા, ચોખા, દાળનો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમના ધંધામાં દલાલ તરીકે કામ કરતાઅજયકુમાર સી.દવાંગને તેના મિત્ર ભાવીનકુમાર બી.મિસ્ત્રી નવરંગપુરામાં આકાશ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવે છે અને એક્સપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો કરે છે, એમ કહ્યું હતું. આથી ખુરમ શેખ ભાવીન મિસ્ત્રીને મળ્યા હતા અને તેણે પોતે આજનો એક્સપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો કરે છે, એમ કહ્યું હતું.

દરમિયાન ભાવીન મિસ્ત્રીએ ખુરમ શેખને કહ્યું હતું કે કતાર ખાતેની સ્પ્રિંગ ફુડ સ્ટફ ટ્રેડિંગ નામની કંપનીનો એક કન્ટેઈનર ચોખા અને એક કન્ટેઈનર અલગ અલગ દાળનો ઓર્ડર છે. પરંતુ હાલ મારી પાસે પૈસા ન હોવાથી માલ આપી શકું તેમ નથી. ઉપરાંત આ માલ લેનાર પોતાનો મિત્ર પાર્થ પી.ભટ્ટ છે તેને માલ આપવાનો છે. તે પેમેન્ટ ન કરે તો હું પેમેન્ટ ચુકવી દઈશ, એમ ભાવીન મિસ્ત્રીએ કહ્યું હતું.

બાદમાં ખુરમ શેખે કુલ રૂ. 23,89,867 નો ચણા અને દાળનો માલ કતાર મોકલ્યો હતો. પાર્થ ભટ્ટને માળ મળ્યો છે કે નહી તેની ખાતરી કરવા ખુરમ શેખ ભાવીન મિસ્ત્રી સાથે કતાર ગયા હતા. જ્યાં પાર્તને માલ મળી ગયો હતો અને ટુંક સમયમાં પેમેન્ટ કરી દેશે, એમ કહ્યું હતું. જોકે પાર્છે ેનેન્ટ ન કરતા ભાવીન મિસ્ત્રીએ આપેલો ચેક ખુરમ શેખે બેન્કમાં ભર્યો હતો. જોકે ચેક રિટર્ન થયો હતો. આથી તેમણે સરખેજમાં રહેતા ભાવીન મિસ્ત્રી અને સેટેલાઈટમાં રહેતા પાર્થ ભટ્ટ વિરૂધ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jdvxvz
via IFTTT

Post a Comment

Previous Post Next Post