ખાતામાં નાણાં જમા કરાવવાને બહાને 2.16 લાખની છેતરપિંડી



અમદાવાદ, મંગળવાર

અમદાવાદમાં દિન પ્રતિદીન ઓનલાઈન છેતરપિંડીના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. નિકોલમાં રહેતી એક વ્યક્તિને તેના એકાઉન્ટમાં રિવોર્ડ પોઈન્ટના નાણાં જમા કરાવવાનું કહીને ઓટીપી નંબર મેળવીને ૨.૧૬ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે બાપુનગરમાં રહેતી એક વ્યક્તિને પેટીએમ કેવાયસી કરવાને બહાને ૨ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

પ્રથમ બનાવની વિગત મુજબ નિકોલ રોડ પર રાધેગોવિંદ ટેનામેન્ટમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા હરીભાઈ આર.પટેલને અજાણ્યા મોબાઈલ પરથી મહિલાએ ફોન કર્યો હતો. જેમાં તમારા એકાઉન્ટમાં રિવોર્ડ પોઈન્ટના રૃ.૮૫૦૦ જમા કરાવવાના છે અને આ માટે લીંક મોકલુ છું કહીને લીંક મોકલી હતી. હરીભાઈએ લીંક ખોલતા નંબર આવ્યો હતો જે તેમણે ફોન કરનાર મહિલાને મોકલ્યો હતો. બીજીતરફ તેમના એકાઉન્ટમાંથી કુલ રૃ.૨,૧૬,૫૯૮ નું ટ્રાન્ઝેક્શન કરી છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે તેમણે ક્રિશ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય બનાવમાં બાપુનગરમાં અન્નપુર્ણા સોસાયટીમાં રહેતા વિમલભાઈ એ.શુકલને દિપક શર્મા નામની વ્યક્તિએ ફોન કરીને પેટીએમ કેવાયસી કરવા માટે ફોન કર્યો હોવાનું કહ્યું હતું. બાદમાં આ શખ્સે એની ડેસ્ક એપ્લીકેશનનો કોડ મેળવીને વિમલભાઈનો ફોન હેક કરીને વિમલભાઈનું ડમી પેટીએમ પેમેન્ટ બેન્ક તથા બેનીફિશરી એકાઉન્ટ ખોલીને રૃ.૨,૦૬,૬૨૦નું ટ્રાન્ઝેક્શન કરીને ઠગાઈ કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iV0pRi
via IFTTT

Post a Comment

Previous Post Next Post