
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર
ગુજરાતમાં ધંધા અને રોજગારને વેગ આપવા માટે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપારી હેતુથી ચાલતા એકમો માટેના પ્રોપર્ટી ટેક્સમાં આગામી 31મી ઓગસ્ટ સુધી 20 ટકાની રાહત આપવાની જાહેરાત ગુજરાતના શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ રાહતનો લાભ લઈને પ્રોપર્ટી ટેક્સ જમા કરાવી દેવા શહેરીજનોને અપીલ પણ કરવામાં આવી છે.
વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર ધંધાઓ ઝડપથી ચાલુ થઈને આગળ વધે તે માટે ગુજરાત સરકારે વાણિજ્યિક એકમ ધારકોને ભરવાના થતા પ્રોપર્ટી ટેક્ષમાંથી તા.31 ઓગસ્ટ 2020 સુધી 20 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજનાનો મહત્તમ લાભ લેવા નાગરિકોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સરકારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ-19ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારના વેપાર ધંધા ઉપર લોકડાઉનના કારણે વિપરિત અસર થઇ છે. શહેરી વિસ્તારના નાગરિકોને આથક સહાય મળી રહે અને વેપાર ધંધા પુન:ધમધમતા થાય તે માટે આ વિસ્તારમાં આવેલ વાણિજ્યિક એકમોના ધારકોએ ભરવાના થતા પ્રોપર્ટી ટેક્ષમાંથી આ 20 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.
મહાનગર પાલિકા અને નગરપાલિકાઓને સરકાર દ્વારા વાણિજ્યિક એકમો માટે જે 20 ટકા રીબેટ જાહેર કર્યુ છે તે અંતર્ગત 5,87,812 વાણિજ્યિક એકમો ધારકોએ આ યોજનાનો લાભ લીધો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર દ્વારા વાણિજ્યિક એકમોને 20 ટકા પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવાની યોજના જાહેર કરાઈ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gsmmoY
via IFTTT
Post a Comment