20 હજારથી વધુના હોટલ બીલ, હેલ્થ વીમાની માહિતી નાણાકીય સંસ્થાઓ આઇટીને આપશે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ, 2020, સોમવાર

ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર)માં કરદાતાઓને હાઇ વેલ્યુ ટ્રાન્ઝેકશન(ઉંચી કિંમતના નાણાકીય વ્યવહારો) બતાવવવાના રહેશે નહીં તેમ સંબધિત સૂત્રોએ જણાવ્યું છે.  20,000 રૂપિયાથી વધારે કીંમતના હોટેલના બિલની ચુકવણી, 50,000 રૂપિયાથી વધુના જીવન વીમા પ્રિમિયમની ચૂકવણી, 20,000 રૂપિયાથી વધુના હેલ્થ ઇન્સ્યુરન્સના પ્રિમિયમની ચુકવણી, એક લાખ રૂપિયાથી વધુનુ ડોનેશન, એક વર્ષમાં એક લાખ રૂપિયાથી વધુની સ્કૂલ કે કોલેજની ફીની ચુકવણી સહિતના નાણાકીય વ્યવહારોનો ખુલાસો કરનવાના અહેવાલના સંબધમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ રિટર્નના ફોર્મમાં આવા કોઇ પ્રકારના ફેરફાર કરવાની યોજના નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન (એસએફટી) ના રિપોર્ટિંગના વિસ્તરણનો અર્થ થાય છે કે નાણાકીય સંસ્થાઓ હાઇ વેલ્યુ ટ્રાન્જેકશનનો અહેવાલ આઇટી ડિપાર્ટમેન્ટને આપશે.  ઇન્કમ ટેક્સ એક્ટ અનુસાર ફક્ત થર્ડ પાર્ટી હાઇ વેલ્યુ ટ્રાન્ઝેકશનની જાણ આવકવેરા વિભાગને કરી શકે છે.

આવા પ્રકારની માહિતીનો ઉપયોગ ટેક્સ ન ભરતા લોકોને ઓળખવા માટે કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પ્રામાણિક કરદાતાઓની ચકાસણી કરવા માટે કરવામાં આવતો નથી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં આઇટીઆર ફોર્મમાં કોઇ ફેરફાર કરવાની યોજના નથી. કરદાતાએ આઇટીઆરમાં હાઇ વેલ્યુ ટ્રાન્ઝેકશન બતાવવાની જરૂર નથી. આ ફક્ત એેવા લોકોને શોધવા માટે છે કે તેઓ હોટેલ સહિતના બિલ ચૂકવવામાં મોટો ખર્ચ કરે છે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા નથી. 

ફેસલેસ ટેક્સ એસેસમેન્ટ સામે અનેક પડકારો

નવી દિલ્હી, તા. 17

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણને પગલે શરૂ કરવામાં આવેલ  ફેસલેસ ટેક્સ એસેસમેન્ટ સામે અનેક પડકારો રહેલા છે. ગયા વર્ષે પ્રથમ બેચના કેસોની ફેસલેસ આકારણી અહીં સુધી પૂર્ણ થયેલ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સંપૂર્ણ તૈયારી વગર આ સ્કીમ અમલમાં મૂકી દેવામાં આવતા વિલંબ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાણા પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે ફેસલેસ ટેક્સ એસેસમેન્ટથી કરદાતાઓ પરના બોજમાં ઘટાડો થશે અને આવકવેરા વિભાગની ટેક્સ સિસ્ટમ વધુ વિશ્વસનીય બનશે. આ સમગ્ર સિસ્ટમમાં આવકવેરા વિભાગનો કોઇ કર્મચારી કે અધિકારી કરદાતાના સીધા સંપર્કમાં આવશે નહીં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ge1wdb
via IFTTT

Post a Comment

Previous Post Next Post