કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. તેમણે કહ્યું કે, અમને એ પણ ખબર છે કે તે સમય જ્યારે વિસ્તારવાદના વિચારવાળા લોકોને જેટલે સુધી ફેલાવી શકાય એટલો પ્રયાસ કર્યો. તેમણે તેમની ચલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની આઝાદીનું આંદોલન સમગ્ર દુનિયા માટે પ્રેરણાનું પ્રતીક બની ગયું.
ભારત વિસ્તારવાદ માટે પડકાર બન્યો છે. હવે કોરોના વચ્ચે 130 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. અને તે આપણે કરીને જ રહીશું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદીના આ પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ માતા ભારતીના લાખા દીકરી-દીકરાઓનું ત્યાગ, બલિદાન અને સમર્પણ છે. આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે.આપણી સેના- અર્ધસૈન્ય દળોના જવાન, પોલીસના જવાન, સુરક્ષાદળો સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ભારત માતાની રક્ષામાં લાગેલા રહે છે. આજે તેમની સેવાને પણ નમન કરવાનો પર્વ છે. અરવિંદ ઘોષની આજે જયંતી છે. ક્રાંતિકારીથી આધ્યાત્મિક ઋષિ બન્યા. આજે તેમને પણ યાદ કરવાનો દિવસ છે.
મોદીના ભાષણની મહત્વની વાતો
- વડાપ્રધાન મોદીએ કહ્યું કે,મારા પ્યારા દેશવાસીઓ, આઝાદીના વીરોને યાદ કરીને નવી ઉર્જાનો આ સંકલ્પ છે. એક રીતે આપણા માટે આ નવી પ્રેરણા લઈને આવે છે. નવો ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. આપણા માટે નવો સંકલ્પ કરવો જરૂરી પણ છે. આગામી વર્ષે આપણે 75માં વર્ષમાં પ્રવેશ કરીશું. આ પોતાનામાં જ એક મોટો અવસર છે. એટલા માટે આજે આવનારા બે વર્ષ માટે મોટા સંકલ્પ સાથે આપણે ચાલવાનું છે. આઝાદીના 75 વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરીશું અને 75 વર્ષ જ્યારે પુરા થશે, ત્યારે સંકલ્પોને પુરા કરીને તેની મહાપર્વ તરીકે ઉજવણી કરીશું.
- આપણા પૂર્વજોએ અખંડ એકનિષ્ઠ તપસ્યા કરીને આપણને જે રીતે આઝાદી અપાવી, તેમણે પોતાની જાતને ન્યોછાવર કરી દીધી. આપણે એ ન ભૂલવું જોઈએ કે ગુલામીના કાલખંડમાં કોઈ પણ ક્ષણ અથવા વિસ્તાર એવો નહોતો જ્યારે આઝાદીની માંગ ન ઉઠી હોય. આઝાદીની ઈચ્છા અંગે કોઈએ પ્રયાસ ન કર્યો હોય અથવા તો ત્યાગ ન કર્યો હોય. જવાની જેલમાં વિતાવી દીધી. ફાંસીના ફંદાને ચુમીને પ્રાણની આહુતી આપી દીધી. એકબાજુ સશસ્ત્ર ક્રાંતિનો સમય, એકબાજુ જનઆંદોલનનો સમય. બાપુએ આઝાદીના આંદોલનને એક નવી ઉર્જા આપી. આ આઝાદીની જંગમાં ભારતની આત્માને કચેડવાના પણ ઘણા પ્રયાસ થયા હતા.
- ‘ભારતને પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત-રિવાજને ઉખાડી ફેંકવામાં ઘણા પ્રયાસો કરાયા છે. સામ-દામ-દંડ-ભેદ બધુ ચરમ સીમાએ હતું. ઘણા લોકોએ માનીને ચાલતા હતા કે અહીંયા રાજ કરવા માટે આવ્યા છે. પરંતુ આઝાદીની ચાહે તેમના તમામ ઈરદાઓને નિષ્ફળ કરી દીધા. તેમનો વિચાર હતો કે આવડો મોટો વિશાળ દેશ, અનેક રાજા-રજવાડા, જાત-જાતના લોકો અને ભાષા, ખાણીપીણી, આટલી વિવિધતાઓને કારણે આ દેશ ક્યારે એક થઈને આઝાદી માટે લડાઈ નહીં લડી શકે. પરંતુ એ લોકો અહીંયાની પ્રાણશક્તિને ઓળખી ન શક્યા’
અહીંયા મહામારીથી બચવા માટે ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે લાલ કિલ્લા પર કાર્યક્રમમાં શાળાના બાળકોની જગ્યાએ 1500 એવા લોકો ભાગ લેશે, જેમણે કોરોનાને હરાવ્યો છે.
બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસટન્સીંગનું ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. મોદી‘બે ગજના અંતર’ની વાત કહેતા રહે છે, જેથી બે સીટ વચ્ચે ઓછામાં ઓછા 6 ફુટનું અંતર રાખવામાં આવ્યું છે. સુરક્ષાકર્મી PPE કીટ પહેરીને તહેનાત રહેશે. લાઈન ન લાગે, એટલા માટે મેટલ ડિટેક્ટર ડોર લગાડવામાં આવ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aodf7y
via IFTTT
إرسال تعليق