સ્વિત્ઝર્લેન્ડમાં 1000થી વધુ લોકોના ભેગા થવા પર 1 ઓક્ટોબર સુધી પ્રતિબંધ, રશિયાની રસીનો પ્રથમ જથ્થો બે અઠવાડિયામાં તૈયાર થશે; વિશ્વમાં 2.06 કરોડ દર્દીઓ

દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણના અત્યાર સુધી 2 કરોડ 6 લાખ 49 હજાર 711 દર્દીઓ થઈ ચૂક્યા છે. જેમાંથી 1 કરોડ 35 લાખ 47 હજાર 161 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 7 લાખ 48 હજાર 658 દર્દીઓના મોત નીપજ્યાં છે. આ આંકડા https://ift.tt/2VnYLis પ્રમાણે છે.

સ્વિત્ઝર્લેન્ડના 1000થી વધુ લોકોને ભેગા થવા પર 1 ઓક્ટોબર સુધી પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે. દેશમાં કોરોના મહામારી વધી રહી છે. આ પ્રતિબંધ 31મી ઓગસ્ટે પૂર્ણ થવાનો હતો. દેશમાં 27 એપ્રિલ પછી પ્રતિબંધોમાં રાહત આપવાનું ચાલુ કર્યું હતું. 85 લાખ આબાદી ધરાવતા દેશમાં 37,079 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 1713 લોકો મોતને ભેટ્યાં છે.

આ રશિયા દ્વારા બનાવેલી કોરોનાની રસીનું સેમ્પલ છે. આને ગૈમાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા બનાવવામાં આવી છે.

રશિયાએ બુધવારે કહ્યું હતું કે, કોરોનાની રસી સ્પૂતનિક-વીનું પહેલું બંચ બે અઠવાડિયામાં તૈયાર થઈ જશે. તો આ તરફ અમેરિકી હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ કહ્યું હતું કે, તેમને શંકા છે કે રસીકોરોનાના દર્દીઓ પર કામ કરશે. તેમણે કહ્યું છે કે, રસી બનાવવા અને તેને સુરક્ષિત સાબિત કરવી તે બંને બાબતો અલગ-અલગ છે. જો કે, રશિયાએ સુરક્ષાને લઇને તમામ ચિંતાઓ ને નકારી દીધી છે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ કેટલા સંક્રમિત થયા કેટલા દર્દીના મોત કેટલા સાજા થયા
અમેરિકા 53,27,650 1,68,394 27,78,438
બ્રાઝિલ 31,23,109 1,03,421 22,43,124
ભારત 23,76,700 46,779 16,77,583
રશિયા 9,02,701 15,260 7,10,298
સાઉથ આફ્રિકા 5,66,109 10,751 4,26,125
મેક્સિકો 4,92,522 53,929 3,32,800
પેરુ 4,89,680 21,501 3,35,756
કોલંબિયા 4,10,453 13,475 2,30,427
ચિલી 3,78,168 10,205 3,51,419
સ્પેન 3,73,692 28,581 માહિતી ઉપલબ્ધ નથી

ન્યૂઝીલેન્ડમાં 102 દિવસ બાદ ફરી પોઝિટિવ કેસ નોંધાયો
ન્યૂઝીલેન્ડમાં 102 દિવસ બાદ ફરી કોરોના સંક્રમણનો મામલો સામે આવ્યો છે. એક જ પરિવારના ચાર લોકો સંક્રમિત મળી આવ્યા છે. વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને પોતી મીડિયાને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ પરિસ્થિતિ સામે લડવા ઇમરજન્સી પ્લાન તૈયાર છે. હવે ત્રણ દિવસ સુધી ઓકલેન્ડમાં લોકડાઉન રહેશે.

બ્રાઝીલ: સંક્રમિતોનો આંકડો 30 લાખ પાર
બ્રાઝીલમાં 24 કલાકમાં 22 હજાર 46 નવા કેસ નોંધાયા છે અને 703 લોકોના મોત થયા છે. દેશમાં સંક્રમિતોનો આંકડો 30 લાખ 57 હજાર 470 થઇ ગયો છે. મોતનો આંકડો 1 લાખ 1 હજાર 752 થઇ ગયો છે. અહીં શરૂઆતમાં ત્રણ મહિનામાં 50 હજાર લોકોના મોત થયા હતા પંરતુ હવે માત્ર 50 દિવસમાં જ મોતનો આંકડો બમણો થઇ ગયો છે. તેમ છતા દેશમાં દુકાનો અને રેસ્તરાં ખોલવાની મંજૂરી આપવામા આવી છે.

બ્રાઝીલના સાઓ પાઉલોમાં સંક્રમિત વ્યક્તિની દફનવિધિ ચાલી રહી છે.

ભૂટાન- ટોટલ લોકડાઉનની જાહેરાત
ભૂટાન સરકારે મંગળવારે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. વડાપ્રધાન લોટે શેરિંગે કહ્યું- ગેલેફૂ ટાઉનમાં એક મહિલા સંક્રમિત મળી આવી છે. સંક્રમિત મહિલા પારો, થિમ્પુ અને ઘણા અન્ય સ્થળોએ લોકોના સંપર્કમા આવી છે. અત્યાર સુધી તેના સંપર્કમાં આવેલા 71 લોકોની ઓળખ થઇ છે. સરકાર લોકો અને ગાડીઓના મુવમેન્ટ પર પ્રતિબંધ લગાવી રહી છે. દરેક સ્કૂલ, કોલેજ, સંસ્થાનો , દુકાનો અને ઓફિસ બંધ રહેશે.

મેક્સિકો- રાજધાની મેક્સિકો સિટીના મેયર ક્વોરેન્ટીન
મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીની મેયર ક્લાઉડિયા શેનબોમ સોમવારે સેલ્ફ ક્વોરેન્ટીન થઇ ગયા હતાં. તેમના અમુક સહયોગીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ પ્રોટોકોલ પ્રમાણે તેમણે આ નિર્ણય લીધો હતો. મેક્સિકો સિટીના ઇન્ટેરિયર મિનિસ્ટર જોસ અલ્ફોન્સે સૂરેજ ડેલ રિયલે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. અહીં છેલ્લા 24 કલાકમાં 5558 નવા કેસ નોંધાયા છે અને 705 લોકોના મોત થયા છે.

મેક્સિકોના સિયુદાદ જુઆરેજ સ્થિત એક પરીક્ષા કેન્દ્ર પર સોમવારે એક સ્ટુડન્ટનું તાપમાન ચેક કરી રહેલા ટીચર.

અમેરિકા- શંકાસ્પદ સંક્રમિતોના દેશમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાગી શકે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શંકાસ્પદ સંક્રમિતોને દેશમાં આવવાથી રોકી શકે છે. ન્યૂયોર્ક ટાઇમ્સ અને રોયટર્સ ન્યૂઝ એજન્સી પ્રમાણે ટ્રમ્પ નવો નિયમ લાગૂ કરવા જઇ રહ્યા છે. તે નિયમ પ્રમાણે અમેરિકાના નાગરિક અથવા પરમાનન્ટ રેસિડેન્ટ જેઓ કોરોના અથવા અન્ય બીમારીથી સંક્રમિત હોઇ શકે છે તેમને દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં મળે. દેશમાં સંક્રમિતોનો આંકડો 50 લાખને પાર કરી ગયો છે અને 1.50 લાખથી વધુ મોત થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટોક્યોમાં સોમવારે એક મેટ્રો સ્ટેશન પર લાઇનમાં ઉભા રહેલા લોકો.


from Divya Bhaskar https://ift.tt/3ixEuiC
via IFTTT

Post a Comment

أحدث أقدم