ધો.10 અને 12 સહિત સ્કૂલોમાં કોર્સ ઘટાડવા સાથે વેકેશન ઘટાડવા પણ વિચારણા


અમદાવાદ, તા. 22 ઓગસ્ટ, 2020, શનિવાર

ધો.10 અને 12માં કેટલો કોર્સ ઘટાડવો, શિક્ષણના દિવસો કેટલા રાખવા  તે સહિતના મુદ્દે આજે ફરીથી બોર્ડના અધિકારીઓ-શિક્ષણ વિભાગના અધિકારીઓની બેઠક શિક્ષણમંત્રની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં દિવાળી અને ઉનાળુ વેકેશન ઘટાડવા સહિતના મુદ્દે વિચારણા થઈ હતી.

ધો.10 અને 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોવાથી સપ્ટેમ્બરમાં પ્રાથમિક તબક્કે ધો.10 અને 12માં ઓડ ઈવન પદ્ધતિ સાથે સ્કૂલ ખોલવાની વિચારણા કેન્દ્ર લેવલે વિચારણા ચાલી રહી છે પરંતુ કોરોનાની સ્થિતિને જોતા સપ્ટેમ્બરમાં હવે સ્કૂલો ખોલવાની મંજૂરી ન મળે તેવુ લાગી રહ્યુ છે.

ઓક્ટોબરથી સ્કૂલો ખોલવાની થાય તેવા આયોજન સાથે ધો.10-12મા કેટલો કોર્સ રાખવો અને કેટલો ઘટાડવો તે સહિતના મુદ્દે આજની બેઠકમાં ચર્ચા થઈ હતી.

આ ઉપરાંત દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનના દિવસો પણ ઘટાડી શકાય તેવા સૂચનો કરવામા આવતા આ  મુદ્દે પણ વિચારણા થઈ હતી.શિક્ષણમંત્રીએ  સ્પષ્ટ કર્યુ છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને મંજૂરી બાદ જ ગુજરાતમાં સ્કૂલો ખુલશે અને ક્લાસરૂમ શિક્ષણ શરૂ થશે.

જો કે બોર્ડ દ્વારા ગુજકેટ અને પુરક પરીક્ષાઓ લેવાઈ રહી છે અને કોરોનામાં આ પ્રથમ રાજ્ય વ્યાપી પરીક્ષામાં મોટી સંખ્યામા સ્કૂલ બાળકો બેસવાના છે ત્યારે આ પરીક્ષા પર સરકારનુ પુરૂ ફોકસ છે અને જેના આધારે પણ સ્કૂલો ખોલવાનો નિર્ણય લઈ શકાય છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FP0eZv
via IFTTT

Post a Comment

أحدث أقدم