
અમદાવાદ, તા. 24 જુલાઇ, 2020, શુક્રવાર
31 જુલાઈના રોજ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નિવૃત થઈ રહ્યા હોઈ ગૃહ વિભાગમાં નજીકના દિવસોમાં ધરખમ ફેરફારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. તે સિવાય આ વખતે સરકાર રાજ્ય પોલીસ વડાને એક્સટેન્શન આપવાની ઈચ્છા ધરાવતું ન હોવાની ચર્ચા પણ સ્વર્ણિમ સંકુલ-1થી લઈને રાજ્ય પોલીસ વડાની ઓફિસ બબાર ચર્ચાઈ રહ્યું છે.
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાની નિવૃતિ બાદ ઘણાં આઈપીએસ અધિકારીઓ સિનીયોરિટીના લીધે રાજ્ય પોલીસ વડાનો તાજ પહેરવા લાઈનમાં ઉભા છે. આ માટે કેટલાક અધિકારીઓ દિલ્હીના ચક્કર મારી વ્યા હોવાની પણ પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.
આ રેસમાં 1985થી 1988 સુધીની બેચના આઈપીએસ અધિકારીઓ હોવાનું કહેવાય છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયા તથા ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ કમિશનર અજય તોમરના નામ મોખરે છે.અમદાવાદમાં થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં આરોપીઓને શોધવાથી લઈને પકડવા સુધીના માઈક્રો પ્લાનીંગનો જશ ભાટીયાના સિરે ઝાય છે.
લાકડી ઉગામ્યા વિના આરોપીની સાતથી આઠ કલાક સુધી પુછપરછ કરવાની આગવી આવડત અન્ય કોઈ આઈપીએસ અધિકારીમાં નથી. તે જ રીતે સરકાર સાથે નજીકનો ધરોબો ધરાવનારા અને પોતાનું કામ નિષ્ઠાપુર્વક કરવાની છબી અજય તોમર ધરાવે છે. શાંત પ્રકૃતિ ધરાવતા તોમર કાયદાની આંટીઘુંટી સારી રીતે જાણે છે અને કાયદા મુજબ કામગીરી કરે છે. ભવિષ્યમાં રાજ્ય સરકાર પર આવનારી કોઈપણ રાજકીય આફતોમાંથી સરકારને બચાવવાની કુનેહ અજય તોમર પાસે હોવાનું નામનવામાં આળે છે.
વર્ષ 2006ના IPS અધિકારીઓને બઢતી મળશે
રાજ્યમાં હાલ પોલીસ વિભાગમાં કાર્યરત 11 જેટલા ડીએસપી, 5 એએસપી અને 4 એડી.જીપી કક્ષાના અધિકારીઓને સરકાર પ્રમોશન આપવાની હોવાનું ગાંધીનગર ગૃહ વિભાગમા સંકુલમાં ચર્ચાઈ રહ્યું છે. જેમાં ગૃહવિભાગ દ્વારા બઢતી સાથે બદલી કરવામાં આવે તેવી પણ શક્યતા છે. સાતેક દિવસમાં આ અંગેનો નિર્ણય લેવાઈ જશે કારણકે તેનું લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે. આ લિસ્ટ દિલ્હીના ગૃહવિભાગને સોંપી પણ દેવાયું હોવાનું કહેવાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZYkQpD
via IFTTT
Post a Comment