અમારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન નહીં પણ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનની જરૂર: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. મુંબઈ- અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેનની જરૂર બિલકુલ નથી. બુલેટ ટ્રેનની જરૂર હોય તો મુંબઈ-નાગપુર રૂટ પર આપો. ઉદ્ધવ ઠાકરેએ સામનાને આપેલી મુલાકાતમાં કહ્યું કે હાલ બુલેટ ટ્રેનની જરૂર નથી. અત્યારે આ મુદ્દે બેકસીટ પર છે. તેની કોઈ ચર્ચા પણ કરતું નથી. તેને કોઈ પૂછતું પણ નથી.

બધાને માન્ય હશે તો જ કરાર
બુલેટ ટ્રેન માટે જેમણે પોતાની જમીન સ્વેચ્છાએ આપી તેમનો વ્યવહાર હવે પૂરો થયો હશે. જોકે ગ્રામીણ ભાગના લોકોનો જમીન સંપાદન માટે વિરોધ હજી ચાલુ છે. તેમની સાથે શિવસેના મક્કમતાથી ઊભી છે. નાણાનો વિષય પણ હતો. નાણા અંગે પણ સરકારે જ કરાર કર્યો હતો. પણ જનતાએ એ તોડી પાડ્યો. અમે શિવસેના તરીકે જનતા સાથે ઊભા રહ્યા. હવે બધાને માન્ય હશે તો કરાર કરીશું એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે-ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2WYztHU
via IFTTT

Post a Comment

Previous Post Next Post