અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે રશિયા કોરોના અંગે ભ્રમ ફેલાવી રહ્યું છે. તેના માટે રશિયાની જાસુસી એજન્સી જાઈરયુ ઇનફોરોસ, વન વર્લ્ડ પ્રેસ, ટાસ, ગ્લોબલ રિસર્ચ-સીએ જેવી વેબસાઈટોની મદદ લઈ રહી છે.
એક ગુપ્ત રિપોર્ટમાં આ દાવો કરાયો છે. તેના અનુસાર એજન્સીએ વેબસાઈટોને કહ્યું છે કે, તે ચીનના એ આરોપનું સમર્થન કરે, જેમાં કહેવાયું છે કે, અમેરિકાની સેનાએ જ કોરોનાવાઈરસ બનાવ્યો હતો. જ્યારે કે ટ્રમ્પ શરૂઆતથી જ કહેતા રહ્યા છે કે, કોરોના ચીનની લેબમાં બન્યો હતો. જીઆરયુના કહેવાથી વેબસાઈટોએ મેથી જુલાઈ દરમિયાન અમેરિકા અને કોરોના અંગે લગભગ 150 ભ્રામક લેખ પ્રકાશિત કર્યા છે. એલાયન્સ ફોર સિક્યોરિંગ ડેમોક્રસીના ડિરેક્ટર લારા રોસેનબર્ગરે પણ કહ્યું કે, અમેરિકન મતદારોને ગેરમાર્ગે દોરવા રશિયાની જાસુસી એજન્સીઓ કેન્દ્રીય ભૂમિકામાં છે.
રિપોર્ટ લીક : યુરોપમાં કોરોના મુદ્દે ભ્રમ ફેલાવાના કાવતરાનો પર્દાફાશ
અમેરિકાના અધિકારી સાઈબર સિક્યોરિટી એજન્સી મેડિએન્ટના એક રિપોર્ટ પર ચર્ચા કરતા હતા. એ દરમિયાન વાત આવી કે, પૂર્વ યુરોપમાં નાટોની બદનામી અને કોરોના અંગે ખોટી માહિતી ફેલાવાનું અભિયાન ચાલી રહ્યું છે. જોકે, મેડિએન્ટના રિપોર્ટમાં રશિયાની એજન્સીઓનો ઉલ્લેખ ન હતો, પરંતુ એ નોંધવામાં આવ્યું કે, આ અભિયાન સાથે રશિયાના હિત જોડાયેલા છે.
રશિયાનો જવાબ : ટ્રમ્પના અધિકારી જ તેના વિરુદ્ધ જ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે
કોરોના અંગે ખોટી માહિતી ફેલાવાના આરોપો અંગે વન વર્લ્ડ પ્રેસે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેણે કહ્યું છે કે, તે રશિયાની જાસૂસી એજન્સી માટે કામ કરતી નથી. તેના પર લગાવાયેલા આરોપ અનુચિત છે. રશિયા અંગે અમેરિકાના અધિકારી જ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આ અધિકારીઓનો હેતુ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતવા ન દેવાનો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2X765ze
via IFTTT
Post a Comment