ચીન અને પાકિસ્તાને ભારતની વિરુદ્ધ જૈવિક યુદ્ધનું ષડયંત્ર રચ્યું, ત્રણ વર્ષ માટે ગુપ્ત કરાર કર્યોઃ રિપોર્ટ

ચીન અને પાકિસ્તાન મળીને ભારત અને પશ્ચિમ દેશોની વિરુદ્ધ બાયોલોજિકલ વોરફેર એટલે કે જૈવિક યુદ્ધનું ષડયંત્ર બનાવી રહ્યાં છે. બંને દેશોએ તેના માટે ત્રણ વર્ષની છુપી ડીલ કરી છે. આ દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ષડયંત્ર અંતર્ગત એન્થ્રેક્સ જેવા ખતરનાક વાઈરસ પર કામ કરવામાં આવનાર છે. આ અંગે જાસૂસી માહિતી મળી છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓમાં તથ્ય દેખાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે કોરોનાવાઈરસ ચીનની વુહાન લેબમાંથી નીકળ્યો છે અને અમેરિકાની પાસે તેના પુરાવાઓ છે.

કોનો દાવો
આ રિપોર્ટ ક્લાઝોન નામની યૂનિટે ખાનગી સૂત્રો દ્વારા આપ્યો છે. સિક્યુરિટી એક્સપર્ટ એન્થોની ક્લાને આ વિશે આર્ટિકલ લખ્યો હતો. ન્યૂઝ એજન્સીએ તેને પબ્લિશ કર્યો છે.

રિપોર્ટમાં શું છે?
રિપોર્ટ પ્રમાણે, વુહાનની જે લેબથી કોરોના વાઈરસ નીકળવાનો અમેરિકા દાવો કરી રહ્યું છે તેણે પાકિસ્તાન સાથે મળીને જૈવિક યુદ્ધની તૈયારી કરવાનું કાવતરું ઘડવાનું શરૂ કરી દીધું છે. ટાર્ગેટ પર ભારત સિવાય અન્ય પશ્ચિમિ દેશ જેવાકે અમેરિકા પણ છે. આ દેશોમાં સંક્રામક બીમારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. રિસર્ચ પર થતો ખર્ચ ચીનની વુહાન લેબ જ કરવાની છે.

જૈવિક હથિયારોનું કાવતરું
રિપોર્ટમાં એક ઈન્ટેલિજન્સ સોર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, એંથ્રેક્સ જેવા વાઈરસનો ઉપયોગ હથિયારની જેમ કરવામાં આવી રહ્યો છે. આ વિશે પાકિસ્તાન અને ચીન ત્રણ વર્ષની સિક્રેટ ડિલ કરી ચૂક્યા છે. જૈવિક હથિયાર તૈયાર કરવામાં આવશે. તે માટે માટી સાથે જોડાયેલા (સોઈલ) ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. ચીને પાકિસ્તાનના વૈજ્ઞાનિકોને આ વિશે ડેટા અને અન્ય માહિતી પણ આપી દીધી છે.

પાકિસ્તાનના ખભે ચીનની બંદૂક
ખાનગી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીને પાકિસ્તાનનો ઉપયોગ કરી ભારત વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. ખાસ વાત એ છે કે, ભારત અને પશ્ચિમી દેશોની ઈન્ટેલિજન્સને આ વિશે માહિતી મળી ગઈ છે. ચીન પોતે એકલુ આ કાવતરાની જવાબદારી લેવા નથી માંગતુ. તેથી તેણે આ કાવતરાં સાથે જોડાયેલા અમુક ટેસ્ટ પાકિસ્તાનમાં કરવાનો નિર્ણય કર્યો છે. જોખમી વાત એ છે કે, પાકિસ્તાનની લેબમાં વાઈરસ આઉટબ્રેક એટલે બહાર ન નીકળી શકે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
China, Pakistan plot biological war against India, sign secret agreement for three years: report


from Divya Bhaskar https://ift.tt/30IF2uN
via IFTTT

Post a Comment

أحدث أقدم