અપહરણ કરીને છોડી મુકાયેલા પત્રકારે ઈમરાન સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું- તેઓ લોકતંત્રના દુશ્મન

પાકિસ્તાનના પાટનગરમાંથી મંગળવારે અપહરણ અને 11 કલાક પછી છોડવામાં આવેલા પત્રકાર મતીઉલ્લાહ ઝેને નામ લીધા વગર ઈમરાન સરકાર અને સેના પર આકરા પ્રહાર કર્યા છે. ઝેનના જણાવ્યા પ્રમાણે, દેશના તે લોકોએ તેનું અપહરણ કર્યું છે જે લોકતંત્રના દુશ્મન છે. તેઓ નથી ઈચ્છતા કે, કોઈ પણ તેમની ખોટી વાત સામે અવાજ ઉંચો કરે.

ઝેનનું મંગળવારે સવારે ઈસ્લામાબાદની એક સરકારી સ્કૂલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે હોબાળો થયો ત્યારે દબાણમાં આવીને 11 કલાક પછી તેમને છોડવામાં આવ્યા.

કિડનેપર્સ કોણ હતા, તે ન જણાવ્યું
મતીઉલ્લાહ સ્પષ્ટ રીતે દબાણમાં જોવા મળ્યા છે. સુરક્ષિત છોડી દેવામાં આવ્યા પછી પણ તેમણે કિડનેપિંગ વિશે સ્પષ્ટ રીતે કશું જ નથી કહ્યું. અમુક ઈશારા ચોક્કસ કર્યા છે પરંતુ કોઈનું નામ નથી આપ્યું. ગુરુવારે રાત્રે ઝેને માત્ર એટલું કહ્યું કે, દેશના લોકતંત્ર વિરોધી લોકોએ મારું અપહરણ કર્યું હતું. તેઓ બંધારણને પણ નથી માનતા અને સંસદને પણ નહીં. એ વાતથી ફેર નથી પડતો કે તે પોલીસના યુનિફોર્મમાં હતા કે સૈન્યના. કપડાં તો બદલી પણ શકાય છે. પરંતુ તે બધાને દેખાય છે કે આ લોકો એકજૂથ છે.

ઝેન પર દબાણ
ઝેને અત્યાર સુધીમાં સૈન્ય, ISI, પોલીસ અથવા ઈમરાન સરકારનું નામ તો નથી લીધું, પરંતુ તેમનો ઈશારો કોની તરફ છે તે દરેક લોકો જાણે છે. જે દિવસે તેમનું અપહરણ થયું તે દિવસે જ તેમને સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપવાનું હતું. આ કેસ સરકાર વિરુદ્ધનો છે. સુપ્રીમ કોર્ટ અને ઈમરાન સરકાર વચ્ચે પહેલેથી જ સારા સંબંધો નથી. તેથી સરકાર નહતી ઈચ્છતી કે મતીઉલ્લાહ નિવેદન આપવા સુપ્રીમ કોર્ટ પહોંચે. તેમનું અપહરણ કરવામાં આવ્યું. પરિણામે ઝેન કિડનેપર્સને ઓળખે છે અને છતાં ચૂપ છે તો સમજી શકાય છે કે તેમના પર ખૂબ દબાણ છે.

આ મુદ્દો કેમ આટલો મહત્વનો?
ઝેનનું અપહરણ કરીને પછી તેમને છોડવામાં કેમ આવ્યા? આ મુદ્દે અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ બે દાવા પર ફોકસ વધારે છે. પહેલો- કેસ જસ્ટિલ ઈસા સાથે જોડાયેલો છે. તેમણે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને ફરિયાદમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની અમુક આતંરિક વાતો લીક કરવામાં આવી રહી છે, તેમની છબિ ખરાબ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે તપાસ કર્યા પછી ઝેન પર કોર્ટની અવમાનનાનો આરોપ લગાવ્યો હતો. જસ્ટિસ ઈશાના અમુક નિર્ણયોની ઈમરાન સરકારે નિંદા કરી હતી. ઝેનને આ મુદ્દે જ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપવાનું હતું.

સરકાર અને સૈન્ય સાથે દુશ્મની
સોશિયલ મીડિયા પર એવી વાતો ફેલાઈ રહી છે કે, મતીઉલ્લાહ પાસે સરકાર અને સૈન્યને લગતી અમુક માહિતી છે. કિડનેપિંગ વખતે મલીઉલ્લાહે પોતાનો મોબાઈલ ફેંકી દીધો હતો પરંતુ એક કિડનેપરે તે તુરંત ઉઠાવી લીધો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટો હોમ સેક્રેટરી અને તમામ સીનિયર અધિકારીઓને કહ્યું હતું કે, જર્નાલિસ્ટ ઝડપથી અને સુરક્ષિત છૂટવો જોઈએ, નહીં તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The kidnapped journalist attacked the Imran government, saying he was an enemy of democracy


from Divya Bhaskar https://ift.tt/2D55cjb
via IFTTT

Post a Comment

أحدث أقدم