ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની રેલી માટે પરમિશનની માંગ

શહેરમાં કોરોનાના કહેર વચ્ચે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની કાર રેલી યોજાવાની છે. જેની પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી છે. જે બાદ સુરતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની સ્વાગત રેલી અને સત્કાર સમારોહ માટે પોલીસ પરમિશન માંગવામાં આવી છે. સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખી અને સુરતમાં 2 ઓગસ્ટના રોજ હાર્દિક પટેલની સ્વાગત રેલી જકાતનાકાથી મિનિબજાર, માનગઢ ચોક સરદાર પટેલની પ્રતિમાને કુલહાર કરી યોગીચોક લ્હાતે સરદાર ફાર્મમાં સત્કાર સમારોહ કરવા પરમિશન માંગી છે. કોરોના વાઇરસની પરિસ્થિતિને લઇ જે નીતિનિયમ બનાવ્યા છે તેના પાલન કરવાની ખાતરી આપી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષને જે રીતે રેલી માટે પરમિશન આપી છે તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની રેલી માટે પણ પરમિશનની માંગ કરાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Permission sought for Congress president Hardik Patel's rally after BJP state president in Surat


from Divya Bhaskar https://ift.tt/2WQY696
via IFTTT

Post a Comment

Previous Post Next Post