કોરોના નેગેટિવ શ્રદ્ધાળુ માટે ચારધામ અનલૉક, 72 કલાક પહેલાં કોરોનાનો ટેસ્ટ કરાવી રિપોર્ટ અપલોડ કરવાથી બુકિંગ થશે

ઉત્તરાખંડ સરકારે દેશભરમાંથી આવનારા શ્રદ્ધાળુઓ માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, રુદ્રપ્રયાગના કેદારનાથ અને ચમોલીના બદ્રિનાથ સ્થિત ચાર ધામના દરવાજા ખોલી નાંખ્યા છે. આ માટે શ્રદ્ધાળુએ રાજ્ય સરકારની શરતોનું પાલન કરવાનું રહેશે. પહેલી શરત એ છે કે શ્રદ્ધાળુએ આગમનના 72 કલાક પહેલા કોવિડ 19નો ટેસ્ટ કરવાનો રહેશે. ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને ઓનલાઈન મંજૂરી મળશે.

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડની બહાર જનારા માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પ્રથમ 7 દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારબાદ જ દર્શન થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કેદારનાથની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/32U5TXQ
via IFTTT

Post a Comment

أحدث أقدم