અલ-કાયદા હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે, 200 જેટલા આતંકી સક્રિય, કેરળ-કર્ણાટક IS ISના ગઢ: UN

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ કહ્યું છે કે, આતંકી સંગઠન આઇએસએ ભારતમાં પગ પેસારો કરી લીધો છે. એક અંદાજ પ્રમાણે કેરળ અને કર્ણાટકમાં તેના આતંકીઓ મોટી સંખ્યામાં હોઇ શકે છે. વૈશ્વિક સંગઠને એક રિપોર્ટમાં ચેતવણી આપતાં કહ્યું કે અલ-કાયદા આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. આઇએસ, અલ-કાયદા અને તેમની સાથે જોડાયેલા આતંકીઓ કે સંગઠનો સંબંધિત એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેન્કશન્સ મોનિટરિંગ ટીમના 26મા રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા (એક્યુઆઇએસ) તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુજ, હેલમંડ અને કંધાર પ્રાંતોમાંથી કામ કરે છે. સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના 150-200 આતંકી છે. હાલ ઓસામા મહેમૂદ એક્યુઆઇએસનો વડો છે, જેણે માર્યા ગયેલા આસિમ ઉમરનું સ્થાન લીધું છે. એક્યુઆઇએસ તેના પૂર્વ વડાના મોતનો બદલો લેવા ક્ષેત્રમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યું હોવાનું કહેવાય છે.

ભારતમાં ISની નવી શાખા વિલાયાહ ઑફ હિન્દ નામથી ચાલી રહી છે
રિપોર્ટ મુજબ, આતંકી સંગઠન સાથે જોડાયેલા એક સભ્યએ જણાવ્યું કે ગત વર્ષે 10 મેએ આઇએસએ તેની અમાક સમાચાર સંસ્થાના માધ્યમથી કહ્યું હતું કે તેની ભારતીય સહયોગી નવી શાખાનું નામ વિલાયાહ ઑફ હિન્દ (ભારત પ્રાંત) છે, જેના 180થી 200 સભ્ય છે.

IS દેશમાં નવો ‘ગઢ’ બનાવવાની જાહેરાત કરી ચૂક્યું છે
ગત વર્ષે મેમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS, ISIL અને દાએશ તરીકે પણ ઓળખાય છે) આતંકી સંગઠને ભારતમાં નવો પ્રાંત સ્થાપિત કરવાનો દાવો કર્યો હતો. આ કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ બાદ અનોખી જાહેરાત હતી. જોકે, જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ તે દાવાને ફગાવી દીધો હતો. આ અગાઉ કાશ્મીરમાં આઇએસના હુમલાને તેની કથિત ખુરાસાન પ્રાંતીય શાખા સાથે જોડવામાં આવ્યા છે, જેની રચના 2015માં થઇ હતી અને જેનું લક્ષ્ય અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને આસપાસના ક્ષેત્ર હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2CDUkJz
via IFTTT

Post a Comment

Previous Post Next Post