પથારી પર સૂતેલા 44 વર્ષીય જાવેહ અહેમદ ટાક ફોન પર દિવ્યાંગોની કોઈ માહિતી લઈ રહ્યાછે. લૉકડાઉનમાં પણ તેમણે 1600 દિવ્યાંગ પરિવારની જવાબદારી ઉઠાવી હતી. તેમની ટીમ જરૂરિયાતમંદોને ભોજન, દવા અને નાણાકીય મદદ પહોંચાડી રહી છે.
ટાક શ્રીનગરથી 50 કિ.મી. દૂર બિજબેહારામાં રહે છે. તેમણે હ્યુમેનિટી વેલફેર ઓર્ગેનાઈઝેશન હેલ્પલાઈન નામની એનજીઓ બનાવી છે, જે દિવ્યાંગો અને આતંક પીડિતોની મદદ કરે છે. અનંતનાગના બશીર અહેમદ કહે છે કે, ‘તેમને પગ નથી, પરંતુ તેઓ ટેલરિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. લૉકડાઉનમાં અમારું કામ બંધ થઈ ગયું હતું. મારા માટે પત્ની અને 10 વર્ષીય પુત્રનું પેટ ભરવું મુશ્કેલ હતું, પરંતુ ટાકે અમને બચાવી લીધા. તેઓ એક મહિનાથી અમને ભોજન અને નાણાકીય મદદ કરી રહ્યા છે.’
ટાક કાશ્મીરમાં વર્ષોથી જારી સંઘર્ષના શિકાર છે. 1997 પહેલા તેઓ એક સામાન્ય કાશ્મીરી નાગરિક હતા. અનંતનાગ ડિગ્રી કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા ટાક કહે છે કે, કેટલાક બંદૂકધારીઓ મારા ચાચાનું અપહરણ કરવા આવ્યા હતા. તેમણે ગોળીઓ છોડી, જેમાં હું ઈજાગ્રસ્ત થયો. મારી કરોડરજ્જુનુ એક હાડકું કાયમ માટે નકામું થઈ ગયું. બે વર્ષ હોસ્પિટલમાં રહેવું પડ્યું. ફક્ત વ્હિલચેરમાં જ હું ફરી શકતો. ત્યાર પછી શરીરના નીચેના ભાગમાં લકવો થઈ ગયો. જોકે, આ દુર્ઘટના પછી તેમણે 2005-06માં કાશ્મીર યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું. આઘાતજનક વાત એ છે કે, ઈજાગ્રસ્ત થયા એ પહેલા તેમની ઈરાનમાં એમબીબીએસ માટે પસંદગી થઈ ચૂકી હતી.
દિવ્યાંગોમાં વિશ્વાસ જગાવવો એ જ મારું મિશન: ટાક
ટાક બિજબેહારામાં દિવ્યાંગ બાળકો માટે જેબુનિસા હેલ્પલાઈન સ્કૂલ પણ ચલાવે છે. અહીં હાલ 103 બાળકો છે. તેઓ કહે છે કે, દિવ્યાંગોમાં વિશ્વાસ જગાવવો અને તેમને એ સમજાવવું કે, તેઓ પણ સિદ્ધિના શિખરો સર કરી શકે છે, એ જ હવે મારું મિશન છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39tOGpj
via IFTTT
Post a Comment