પુસ્તક માટેના સર્વશ્રેષ્ઠ ‘બુકર પ્રાઈઝ’ની સ્પર્ધામાં આ વખતે હિલેરી મેન્ટલ, એની ટેલર અને કીલે રીડ જેવી પ્રખ્યતા લેખિકા સામેલ છે. ભારતીય મૂળની અવની દોશીની પ્રથમ નવલકથા ‘બર્ન્ટ શુગર’ને પણ અંતિમ 13માં સ્થાન મળી ગયું છે. 15 સપ્ટેમ્બર પહેલા 6 નવલકથા પસંદ કરાશે, પછી નવેમ્બરમાં વિજેતાના નામની જાહેરાત થશે.
આ વખતે નોમિનેશનમાં 9 મહિલા છે. 8 લેખકોની તો સાહિત્ય જગતમાં પ્રથમ પ્રસ્તુતિ છે. હિલેરી મેટન્લની રચના ‘ધ મિરર એન્ડ ધ લાઈટ’ થોમસ ક્રોમવેલની શ્રૃંખલાની ત્રીજી નવલકથા છે. પુસ્તક ક્રોમવેલાના જીવનના ઉત્તરાર્ધ પર છે. 175 પેનાનું આ પુસ્તક બ્રિટનમાં ચર્ચિત છે. ક્રોમવેલ 1532-40 સુધી ઈંગ્લેન્ડના કિંગ હેનરીના 8મા ચીફ મિનિસ્ટર હતા. લોયર અને રાજનેતા ક્રોમવેલ સુધારા અને પુનર્ગઠનના તરફદાર હતા. ત્યાર પછી તેમને ફાંસી આપી દેવાઈ હતી. હિલેરી જો વિજેતા બને છે તો ત્રણ વખત બુકર જીતનારી પ્રથમ લેખિકા બનશે.
તેઓ 2009માં ‘વુલ્ફ હોલ’ અને 2012માં ‘બ્રિન્ગ અપ ધ બોડીઝ’ માટે એવોર્ડ જીતી ચુકી છે. બંને પુસ્તકો થોમસ ક્રોમવેલ સીરીઝની હતી. આ જ રીતે એની ટેલરનું ‘રેડહેડ બાય ધ સાઈડ ઓફ ધ રોડ’ અને કીલે રીડનું પુસ્તક ‘સચ અ ફન એજ’ પણ સ્પર્ધામાં છે. બુકર વિજેતાના ઈનામમાં 64,000 ડોલર (લગભગ રૂ.47.91 લાખ) મલશે.
આ વખતે ‘લકી થર્ટીન’માં 6 અમેરિકન લેખક છે, ત્રણ અન્ય પાસે અમેરિકાની નાગરિકતા છે. આ પ્રતિષ્ઠિત બ્રિટિશ સાહિત્યિક પુરસ્કારમાં અમેરિકનોનો પ્રવેશ હંમેશાં વિવાદનું કારણ બન્યો છે. 2014માં તો અમેરિકન લેખકોની ભાગીદારી સ્વીકારવામાં આવી. ત્યાર પછી દ.આફ્રિકા, ઝિમ્બાબ્વેને પણ સામેલ કરાયા. 2019માં માર્ગરેટ એટવૂડ (ધ ટેસ્ટામેન્ટ્સ) અને બર્નારડાઈન ઈવારિસ્ટો (ગર્લ, વુમન, અધર) ને સંયુક્ત રીતે બુકર પ્રાઈઝ અપાતાં જ્યુરીની મજાક ઉડાવાઈ હતી.
‘બર્ન્ટ શુગર’ : મેમરી લોસનો શિકાર માતા અને તેની પુત્રીના ગુંચવાયેલા સંબંધની વાર્તા
ન્યૂજર્સીમાં જન્મેલી અવની દોશી મુંબઈમાં રહે છે. તેનું પુસ્તક ‘બર્ન્ટ શુગર’ ભારતમાં ‘ગર્લ ઈન વ્હાઈટ કોટન’ નામથી પ્રકાશિત થયું છે. પુસ્તકમાં મેમરી લોસનો ભોગ બનેલી એક માતા અને તેની પુત્રીના ગૂંચવાયેલા સંબંધોની લાગણીપૂર્ણ વાર્તા છે. આ વાર્તાનો પ્લોટ કંઈક એવો છે કે, તેની માતા ગેસ બંધ કરવાનું ભૂલી જાય છે. તેને યાદ નથી કે તેનાં તમામ મિત્રો પણ મરી ગયા છે. આમ છતાં, તે બીમારીને પણ સ્વીકારવા તૈયાર નથી. તારા અને પુત્રી અંતરા સંબંધોના કપરા સમયમાંથી પસાર થાય છે. અંતરા પર તેની પુત્રી અને પતિની પણ જવાબદારી છે. પોતાનો પરિવાર, માતા અને તેની બીમારી. આ એક લવ સ્ટોરી, દગાની સ્ટોરી કોઈ પ્રેમી-પ્રેમિકા વચ્ચે નહીં પરંતુ માતા-પુત્રી વચ્ચે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hQ0HIx
via IFTTT
إرسال تعليق