
મંજુલા શ્રોફના સંચાલન હેઠળની
શાળા ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો : શિક્ષણ વિભાગે મંજૂરી ન આપતા હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી
અમદાવાદ : મંજૂલા શ્રોફના સંચાલન હેઠળની હાથીજણ વિસ્તારમાં આવેલીડી.પી.એસ. ઇસ્ટ સ્કૂલમાં ધોરણ 1થી 8ને મંજૂરી ન આપવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકનો નિર્ણય ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે ધોરણ એકથી આઠના વર્ગો શરૂ કરવા માટે શાળા દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયા યોગ્ય છે.
વર્ષ 2019માં નિત્યાનંદ આશ્રમના વિવાદ તેમજ સી.બી.એસ.ઇ.ની મંજૂરી સહિતના વિવાદના કારણે હાથીજણ સિૃથત ડી.પી.એસ.ની મંજૂરી રદ કરાઇ હતી. ત્યારબાદ શાળાએ નવેસરથી ધોરણ એકથી આઠના વર્ગો શરૂ કરવાની પ્રક્રિયા કરી હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાિધકારીએ મંજૂરી ન આપતા પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ અપીલ કરાઇ હતી.
પ્રાથમિક શિક્ષણ નિયામકે પણ મંજૂરીની માગણી ફગાવી એક લાખનો દંડ કર્યો હતો. જેથી મંજૂરી માટે કેલોરેક્સ ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમાં શાળાની રજૂઆત હતી કે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભઁગ કરી તેમને મંજૂરી આપવામાં આવી નથી.
જેની સામે શિક્ષણ વિભાગની રજૂઆત હતી કે શાળાનું મેનેજમેન્ટ ઘણીવાર સરકારના નિયમોનું પાલન ન કરતું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી અરજી નામંજૂર કરાઇ છે. કોર્ટે બન્ને પક્ષોને સાંભળી મંજૂરી ન આપવાનો નિર્ણ રદ કર્યો છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાિધકારીને બે સપ્તાહમાં મંજૂરી અંગેની કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ કર્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s3rwBp
via IFTTT
إرسال تعليق