
- અગાઉ ખોટા દસ્તાવેજોથી બેંક ખાતુ ખોલાવતા ફરિયાદ થઇ હતી
- જમીન માલિકના ખોટા દસ્તાવેજો ઉભા કરી રૂપિયા ૧૦ લાખની માતબર રકમ ખંખેરવા જતાં ઠગ ટોળકી ઝડપાઇ ગઇ
ચેખલ ગમની સીમમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં રહેતા સુશીબેન મનીષભાઇ શાહની ચેકલ ગામની સીમમાં જમીન આવેલી છે.તેને હડપી લેવા માટે પુજા વિજયભાઇ કબીરા,ધવલ હરિભાઇ ઠાકર,હિતેષ ઇન્દ્રવદન દોશી,મનીષ રમણલાલ શાહ અને રાકેશ પ્રવિણભાઇ શાહે ભેગા મળી કાવતરું રચ્યું હતું.જેમાં મહિલા દ્રારા સુશીબેનનું નામ ધારણ કરી તેણીના નામનું બોગસ આધારકાર્ડ બનાવી બેંકમાં રજુ કરી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું.
બાદમા ચેખલા ગામે રહેતા યુવરાજસિંહ નામના શખ્સને જમીન બારોબાર પધરાવી દેવાનું નક્કી કર્યું હતું.અને કબજા અને કરાર વિનાનું બનાખત બનાવી રૂપિયા ૧૦ લાખની માતબર રકમનો એડીસી બેંકનો ચેક લઇ બેંકમાં જમા કરાવ્યો હતો. અને ચેક કલીયર થતાં બેંક ખાતામાં આવેલા રૂપિયા ૧૦ લાખ ઠગ ટોળકીએ ઉપાડી પણ લીધા હતા. પરંતુ આ અંગેની જાણ એડીસી બેંકના મેનેજરને થતાં મેનેજરે વિરમગામ તાલુકા પોલીસ મથકમાં બનાવની જાણ કરી ઠગ ટોળકી વિરૂધ્ધ ફરિયાદ નાંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જેના ભાગરૂપે પોલીસે તમામ શખ્સોને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Boqu4b
via IFTTT
إرسال تعليق