
- 15 દિવસમાં શહેરમાં હત્યાના બે બનાવ
- ઇંડાની લારી ચલાવતા યુવાનને અન્ય સાત જેટલા શખ્સોએ પાઇપો, ધોકા વડે માર મારી પતાવી દેતા ચકચાર
તા. ૨૪ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ બાવળા પોલીસ સ્ટેશનમાં આકાશ કિશનભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી તે મુજબ મરનાર રાહુલ જયંતીભાઈ ઠાકોર ઈંડાની લારી કાઢી ગુજરાન ચલાવે છે. તેમની લારી પરથી સંજયભાઈ પરસોત્તમભાઈ વાણિયા ઈંડા ખાવા આવેલ જેના પૈસા બાકી હોઈ સંજયભાઈ પાસે એ પૈસાની માગણી કરી હતી. જે બાબતે બોલાચાલી થઈ હતી અને અન્ય છ લોકો સાથે આવી મારામારી કરી હતી. જેમાં રાહુલ જયંતીભાઈ ઠાકોરનું અવસાન થયું હતું અને કિશન ડાયાભાઈ ઠાકોરને ઈજા થવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ છે.
આ ઘટના બાબતે તા. ૨૪ ઓગસ્નટા રોજ બાવળા પોલીસ સ્ટેસનમાં સાત આરોપીઓ સામે ફરિયાદ નોધવામાં આવી છે. જેમાં ૧ સંજય પરસોત્તમભાઈ વાણિયા, (૨) ગુલશન બળદેવભાઈ મકવાણા (૩) દિપક વિનુભાઈ વાણિયા (૪) મોન્ટુ ભીખાભાઈ ગોહિલ (૫) હર્ષદ- ભાણો (૬) ધીરૂભાઈ પરસોત્તમભાઈ વાણિયા (૭) શૈલેષ દિલાપભાઈ પરમાર તમામ સામે પી.આઈ. સગર સાહેબે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XYeEQd
via IFTTT
إرسال تعليق